Bin Sachivalay Clerk Exam: બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા રદ કરાવીને જ રહીશું- યુવરાજસિંહ
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિ થયાનું સામે આવતાં પરીક્ષા રદ કરાવવા માટે છેલ્લા બે દિવસથી ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન કરી રહેલા પરીક્ષાર્થીઓને સંબોધતાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ રણટંકાર કર્યો હતો કે, ગેરરીતિ વાળી પરીક્ષા રદ કરાવીને જ રહીશું. બુધવારે સવારથી જ ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. આખી રાત રસ્તા પર વિતાવ્યા બાદ આજે ગુરૂવારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઇ હતી જે બાદ યુવરાજસિંહે આંદોલન ખતમ કરવાનો સંકેત આપ્યો હતો અને છેલ્લા પરીક્ષા રદ કરાવવાનો પણ હૂંકાર કર્યો હતો.
Trending Photos
ગાંધીનગર : બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિ થયાનું સામે આવતાં પરીક્ષા રદ કરાવવા માટે છેલ્લા બે દિવસથી ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન કરી રહેલા પરીક્ષાર્થીઓને સંબોધતાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ રણટંકાર કર્યો હતો કે, ગેરરીતિ વાળી પરીક્ષા રદ કરાવીને જ રહીશું. બુધવારે સવારથી જ ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. આખી રાત રસ્તા પર વિતાવ્યા બાદ આજે ગુરૂવારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઇ હતી જે બાદ યુવરાજસિંહે આંદોલન ખતમ કરવાનો સંકેત આપ્યો હતો અને છેલ્લા પરીક્ષા રદ કરાવવાનો પણ હૂંકાર કર્યો હતો.
યુવરાજ સિંહે જણાવ્યું કે, 'અમારી માગ પહેલાથી જ હતી કે આપણી પાસે જે પુરાવા છે તેના અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. સરકાર તટસ્થ રીતે તપાસ કરશે. સરકારને એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આથી, આપણા પુરાવાની પ્રોસિજર માટે આપણે સરકાર સમક્ષ એસઆઈટી રચનાની માગ કરી હતી. એસઆઈટીમાં એક પણ રાજકીય વ્યક્તિ જોડાયેલો નહીં હોય. આ એસઆઈટી એકદમ સચોટ તપાસ કરશે.'
યુવરાજ સિંહે જણાવ્યું કે, 'આ એસઆઈટી કેવી રીતે તપાસ કરશે તેની વિદ્યાર્થીઓને જાણ કરવાની રહેશે. જો વિદ્યાર્થીઓ ઈચ્છે તો અને તો જ હું આ સમિતિમાં સંકળાયેલો રહીશ અને કેવા પ્રકારની તપાસ ચાલી રહી છે તેની વિગતો મેળવતી રહીશ. આપણી પાસે રહેલા પુરાવા અંગે સરકારે સંપૂર્ણપણે તટસ્થ તપાસ કરવાની રહેશે. જે લોકો ચર્ચા કરી રહ્યા છે કે એસઆઈટી એક લોલીપોપ છે. આ વાત ખોટી છે. સરકારની એક ચોક્કસ પ્રક્રિયા હોય છે અને દ્વારા જ સરકાર આગળ વધતી હોય છે.'
યુવરાજ સિંહે વધુમાં કહ્યું કે, "મારી તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે તમે કોઈ રાજકીય હાથો ન બનતાં. અનેક રાજકીય નેતાઓ હસ્તક્ષેપ કરવા માગી રહ્યા છે. આપણો મુદ્દો સરકારે સ્વીકાર્યો છે. આથી આપણે સરકારની પ્રક્રિયાને અનુસરવું પડશે. રાજકીય નેતાઓ ફક્ત ને ફક્ત તમારો ઉપયોગ કરી રહ્યા છે. મારી વિનંતી છે કે તમે તેવા લોકોથી દૂર રહો."
યુવરાજ સિંહે વિદ્યાર્થીઓને સહયોગ આપવા બદલ આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, હવે સરકાર 10 દિવસના અંદર આ મુદ્દે કાર્યવાહી હાથ ધરશે. સરકારે આપણી માગણીઓ સ્વીકારી છે. સરકારની એસઆઈટીની ટીમમાં તેઓ પોતે પણ એક સભ્ય હશે. વિદ્યાર્થીઓ પાસે જે પુરાવા છે તે એસઆઈટી સમક્ષ રજુ કરવામાં આવશે. આ સાથે જ તેમણે આજનું આંદોલન પુરું થવાના સંકેત આપ્યા હતા.
સાથે જ યુવરાજ સિંહે ગર્ભિત ચિમકી ઉચ્ચારતા જણાવ્યું કે, જો સરકાર 10 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરે તો આપણે ફરીથી સડક પર આવીને આંદોલન કરીશું. હું આંદોલન કરવાથી ગભરાતો નથી. સડક પર આવ્યા તો ન્યાય મળ્યો છે. ન્યાય માટે લડવું પડે છે. સરકારને ઝુકવું પડે છે.
મુખ્યમંત્રીએ પહેલીવાર પ્રતિક્રીયા આપી...
ગુજરાત બિન સચિવાલય પરીક્ષાના મામલાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડતાલ ખાતેથી નિવેદન આપ્યું હતું કે, કોઇપણ પરીક્ષા પ્રમાણિક વાતાવરણમાં જ થવી જોઇએ. સરકાર દ્વારા પારદર્શી કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ અયોગ્ય ઉમેદવારને નોકરી ન મળે તેનું ધ્યાન રાખવામાં આવશે. આ મામલે સરકારનું મન ખુલ્લુ છે. સરકાર પગલા લેવા માટે સહમત છે. સરકાર માને છે કે, જેઓએ મહેનત કરી છે તેમની મહેનત એળે ન જાય. વિદ્યાર્થીઓની લાગણીને સરકાર ધ્યાનમાં લેશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે