હિતલ પારેખ, ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના થયાને એક મહિના જેટલો સમય થયો છે જોકે હજુ પણ ચાર જેટલા મંત્રીઓને આવાસની ફાળવણી કરવામાં આવી નથી. આ ચાર મંત્રીઓમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, પ્રફુલ પાનસેરીયા, કુવરજી હળપતિ અને ભીખુસિહનો સમાવેશ થાય છે. આ ચારે મંત્રીઓને મંત્રી બન્યા પછી પણ આવાસ ન ફરવામાં આવતા ગાંધીનગર સર્કિટ હાઉસમાં જ રહેવાની ફરજ પડી રહી છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ની બાજુમાં જ મંત્રીમંડળ વિસ્તાર છે. જોકે હવે મંત્રીમંડળમાં નથી તેવા મંત્રીઓ એ હજુ બંગલાનો કબજો છોડ્યો નથી તેના કારણે ચારે ચાર મંત્રીઓ દ્વારા ગાંધીનગર સર્કિટ હાઉસમાં રહેવાની ફરજ પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ


પ્રમોશન અપાવતો બંગલો એક પણ મંત્રીને ન ફાળવાયો, જાણો કોને મળ્યો મંદિરવાળો બંગલો


દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા


LIC Jeevan Akshay: એકવાર રોકાણ કરો અને મેળવો 20,000નું માસિક પેન્શન


ઓછા ખર્ચે પોતાનો ધંધો! આ બિઝનેસથી દર મહિને કરો 10 લાખ રૂપિયા સુધીની કમાણી


સામાન્ય રીતે મંત્રીમંડળ માં સમાવેશ કર્યા પછી મંત્રીઓને મંત્રીમંડળ વિસ્તારમાં બંગલો ફાળવી દેવામાં આવે છે પણ હજુ સુધી આ મંત્રીઓને બંગલો ન ફળવાતા ગાંધીનગર સર્કિટ હાઉસમાં રહી રહ્યા છે. ચારેય પ્રથમ વાર મંત્રી બન્યા છે પરિવારને લઈને મંત્રીના બંગલામાં રહેવાની ઈચ્છા છે પણ એ ઈચ્છા હજુ અધુરી જ રહી છે.


ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાયા બાદ હવે ૧૬ મંત્રી સહિત ૨૩ પદાધિકારીઓને બંગલા મળ્યા છે. જેમાં મંદિરવાળો બંગલો મહિલા મંત્રીને મળ્યો છે. જ્યારે સરકારમાં  પ્રમોશન આપતો નંબર-૨૩ ખાલી રખાયો છે. રૂપાણી સરકારના ૧૦ મંત્રીઓ રહ્યા તે બંગલાની ફાળવણી કરાઈ નથી. એવી પણ ચર્ચા છે કે નવા 5 મંત્રીઓ સરકારમાં આવી શકે છે. એટલે વહીવી વિભાગે આ મામલે એડવાન્સમાં સાવચેતી રાખી છે. રાજ્યમાં નવી સરકારના ૧૬ મંત્રી અને વિધાનસભામાં ઉપાધ્યક્ષ, મુખ્ય દંડક, દંડક એમ કુલ ૨૩ પદાધિકારીઓને મંગળવારે સાંજે માર્ગ મકાન વિભાગે મંત્રીનિવાસમાં બંગલાની ફાળવણી કરાઈ હતી.  આઠ વર્ષ પૂર્વે મંત્રી તરીકે અમિત શાહ જ્યાં સૌથી વધુ રહ્યા તે પાંચ નંબરનો બંગલો મંત્રી ભાનુબહેન બાબરિયાને ફાળવાયો છે. મેલડી માતાજીની દેરી હોવાથી આ બંગલો મંદિરવાળો બંગલો કહેવાય છે. જો કે, મંત્રી નિવાસમાં સત્તામાં લાંબો સમય ટકાવી રાખતો અને પ્રમોશનનું કારક રહેલો ૨૩ નંબર ખાલી રહ્યો છે. જે બંગ્લાને કોઈને પણ ફાળવાયો નથી. સરકારે કોઈ કારણોસર આ બંગ્લાની ફાળવણી કરી નથી.


ગાંધીનગરમાં એક બંગ્લો એવો પણ છે કે જે પ્રમોશન અપાવે છે. જેમાં પહેલાં વજુભાઈ વાળા રહ્યા છે. મંત્રી તરીકે આવેલા રૂપાણીને અહીંથી મુખ્યમંત્રીનું પ્રમોશન મળ્યુ હતુ. નવી ફાળવણીમાં રૂપાણી સરકારમાં મંત્રી રહેલા ૧૦ સિનિયરો કે જેઓ આગલી હરોળમાં રહેતા હતા તે તમામ બંગલા ખાલી રખાયા છે. મંત્રી નિવાસમાં કુલ ૪૪ બંગલા છે પરંતુ, ૧૩ નંબરનો બંગલો ન હોવાથી એક તોડી પડાતા નંબરની દ્રષ્ટ્રીએ માત્ર ૪૨ જ બંગલા છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલી ટર્મમા મંત્રી રહેલા કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, હર્ષ સંઘવી, જગદિશ વિશ્વકર્મા, મુકેશ પટેલના નિવાસસ્થાનો યથાવત રહ્યા છે. એ અંગે પણ સચિવાલયમાં ચર્ચાઓ થઈ રહી છે. અગાઉ વિપક્ષના નેતાને ફાળવાયેલો CM હાઉસની સામે આવેલા ૨૩ ૭ નંબર કેબિનેટ મંત્રી મુળુભાઈ નંબરના બંગલામાં સૌથી લાંબો સમય બેરાને મળ્યો છે. આમ હવે મંત્રીઓ માટે ગાંધીનગરમાં પરમાનેન્ટ રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે.


આ પણ ખાસ વાંચોઃ


ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે પહેલો પોલીસ કેસ! પતંગ ઉડાવતા પહેલાં જાણી લેજો આ વાત


આજથી ગુજકેટ પરીક્ષાના અહીં ભરી શકાશે ફોર્મ, વિદ્યાર્થીઓને આટલી ભરવી પડશે ઓનલાઈન


રામલલાનું મંદિર, ગુજરાતના આ નેતાનો છે અહમ રોલ : કરો તૈયારી આવી ગઈ છે અભિષેકની તારીખ


ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જીત, રાષ્ટ્રપતિએ આ બિલને આપી લીલીઝંડી