ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જીત, રાષ્ટ્રપતિએ આ બિલને આપી લીલીઝંડી

Government of Gujarat Pass New Bill: માર્ચ, ૨૦૨૧માં ગુજરાત વિધાનસભામાં કોડ 1 ઓફ ક્રિમિનલ પ્રોસીજર બિલ રજૂ કરાયું હતું. આ બિલને મંજૂરી મળતા જ જયારે હિંસક ઘટના બને ત્યારે પોલીસ અધિકારીઓ પ્રદર્શનકારીઓ વિરુધ્ધ સેક્શન ૧૮૮ આઇપીસી હેઠળ કાયદાકીય કાર્યવાહી કરી શકશે.

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જીત, રાષ્ટ્રપતિએ આ બિલને આપી લીલીઝંડી

Government of Gujarat Pass New Bill: આજે સૌથી મોટા સમાચાર એ છે કે, ગત માર્ચ-૨૦૨૧માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલાં કોડ ઓફ ક્રીમીનલ લ પ્રોસીજર બિલને રાષ્ટ્રપતિ મુર્મુએ મંજૂરી આપી છે. આ કારણોસર હવે ૧૪૪મી કલમનુ ઉલ્લંઘન કરનારાં દેખાવકારો સામે પોલીસ કાર્યવાહી કરી શકશે. આ બિલ મંજૂર થતા જ પોલીસને પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરવાની છૂટ મળી છે. સૌથી મોટીં ચિંતા નેતાઓને થવાની છે. જેઓ 144ની કલમ હોવા છતાં દેખાવ કરે છે. ગુજરાતમાં હવે આ બિલને મંજૂરી મળી જતાં આ બિલ એ કાયદો બની જશે. 

આ પણ ખાસ વાંચોઃ

માર્ચ, ૨૦૨૧માં ગુજરાત વિધાનસભામાં કોડ 1 ઓફ ક્રિમિનલ પ્રોસીજર બિલ રજૂ કરાયું હતું. આ બિલને મંજૂરી મળતા જ જયારે હિંસક ઘટના બને ત્યારે પોલીસ અધિકારીઓ પ્રદર્શનકારીઓ વિરુધ્ધ સેક્શન ૧૮૮ આઇપીસી હેઠળ કાયદાકીય કાર્યવાહી કરી શકશે. એટલુ જ નહી, દેખાવકારો સામે પોલીસ ફરિયાદ નોંધાશે. સાથે સાથે જો પ્રદર્શનકારીઓ સામે પોલીસ અધિકારી પગલાં લેશે તો કોર્ટ પણ અવમાનનાનો કેસ નોંધશે નહી.

નોંધનીય છેકે, ગુજરાત સરકાર, પોલીસ કમીશ્નર, ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટને ૧૪૪મી કલમ લાગુ કરવાનો અધિકાર છે. હવે જયારે કોડ ઓફ ક્રીમીનલ પ્રોસિજર બિલ-૨૦૨૧ના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે ત્યારે ૧૪૪મી કલમને લગતા કોઇપણ નિયમનો ભંગ કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને પણ આ બિલ કાયદો બની જતાં સૌથી મોટી રાહત થશે, અત્યારસુધીમાં પોલીસને કાર્યવાહી કરવામાં સમસ્યા ઉભી થતતી હતી.

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news