`ટેસ્લા`ને કાર પ્લાન્ટ સ્થાપવા મુન્દ્રાની 1 હજાર હેક્ટર જમીન આપવા સરકારની ઑફર
`ટેસ્લા`ને કાર પ્લાન્ટ સ્થાપવા માટે મુન્દ્રાની 1 હજાર હેક્ટર જમીન આપવા સરકારે ઓફર કરી છે. અમેરિકન કપંની ટેસ્લા અત્યાધુનિક ઇલેક્ટ્રીક કાર અને વાહનોનું નિર્માણ કરતી કંપની છે
રાજેન્દ્ર ઠક્કર/ કચ્છ: 'ટેસ્લા'ને કાર પ્લાન્ટ સ્થાપવા માટે મુન્દ્રાની 1 હજાર હેક્ટર જમીન આપવા સરકારે ઓફર કરી છે. અમેરિકન કપંની ટેસ્લા અત્યાધુનિક ઇલેક્ટ્રીક કાર અને વાહનોનું નિર્માણ કરતી કંપની છે. ટેસ્લાને ગુજરાતમાં તેનો પ્લાન્ટ સ્થાપવા સરકાર દ્વારા મુન્દ્રાની 1 હજાર હેક્ટર જમીન ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા મુન્દ્રા પોર્ટ અને સેઝની અંદર અથવા આસપાસની જમીન ફાળવવા તૈયાર છે. બેટરી મેન્યુફેક્ચરિંગ જેવા એન્સિલરી યુનિટ માટે પણ જમીન ફાળવવા સરકાર તત્પર છે. ગુજરાતની જેમ કર્ણાટક પણ ટેસ્લાને પોતાના રાજ્યમાં ખેંચી જવા માટે રેસમાં જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:- અમુલ બાદ હવે બરોડા ડેરી અને રાજકોટ ડેરી એસોસિએશને કર્યો દૂધના ભાવમાં વધારો, ગુરૂવારથી નવા ભાવ લાગુ
ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રીક વાહનોના ઉત્પાદન અથવા એસેમ્બલિંગ કે પછી બંને પ્રકારના પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન કરી રહી છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાર કંપની મુન્દ્રામાં પ્લાન્ટ સ્થાપશે તો કચ્છ તેમજ આસપાસના લોકોને રોજગારીની નવી તકો ઉભી થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube