• 2021-22 નો મિલકત વેરો ઉઘરાવવા વડોદરા કોર્પોરેશન તંત્ર આવ્યું એક્શનમાં

  • નાગરિકો પાસેથી 486 કરોડ મિલકત વેરાની સામે 467 કરોડના વેરા વસુલાયા

  • બાકી વેરા વાળી 6000 કોમર્શિયલ મિલકતો કરાઈ સીલ

  • પરંતુ કેન્દ્ર-રાજ્ય સરકારની અનેક કચેરીઓનો 25 કરોડનો મિલકત વેરો બાકી

  • વિપક્ષે ઉઠાવ્યા સવાલ, કેમ બાકી વેરા ધરાવતી સરકારી મિલકતોને નથી કરાતી સીલ


રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં મિલકતાના બાકી વેરા વસુલવામાં પાલિકા તંત્રનું બેવડું વલણ જોવા મળ્યું છે. વેરા બાકી હોય તેવી રહેણાંક વિસ્તાર અને કોમર્શિયલ વિભાગની મિલકતોને સીલ કરવામાં આવી છે. જ્યારે કે, સરકારી કચેરીઓના વેરા બાકી હોવા છતા તંત્રએ કોઈ કાર્યવાહી નથી કરી. વર્ષ 2021- 22ના મિલકત વેરા માટે 467 કરોડના વસૂલાત થઈ ગઈ છે. જ્યારે વેરા બાકી હોય તેવી 6 હજાર મિલકતોને સીલ કરવામાં આવી છે. જેની સામે કેન્દ્રીય અને રાજ્યની સરકારી ઓફિસોના 25 કરોડના વેરાની વસૂલાત બાકી છે. જે અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. છેલ્લા અઢી માસમાં 486ની સામે 467 કરોડનો બાકી મિલકત વેરો વસૂલવામાં આવ્યો છે. તો હજુ પણ 10 હજારથી વધુના બાકી મિલકત વેરા માટે 18 હજારને નોટિસ ફટકારવામાં આવી છે. જો કે વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે બાકી વેરા માટે સરકારી મિલકતોને કેમ સીલ નથી કરવામાં આવતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા કોર્પોરેશન દ્વારા માર્ચ એન્ડિંગ આવતાં જ શહેરભરમાંથી મિલકત વેરા ઉઘરાવવા માટે કડકાઈ હાથ ધરાઈ છે. 2021-22 ના મિલકત વેરા માટે 467 કરોડના વેરા વસૂલાતની થઈ ચૂકી છે. તો બાકી વેરાવાળી 6000 મિલકતોને સીલ કરાઇ છે, પણ કેન્દ્રીય અને રાજ્યની સરકારી ઓફિસોના 25 કરોડના બાકી મિલકત વેરા ઉઘરાવવાના હજુ પણ બાકી રહ્યા છે.


સિંહોના ટોળા જ્યાં ફરે તે ખાંભાના લાપાળાના ડુંગરામાં લાગી વિકરાળ આગ


કઈ સરકારી કચેરીઓના બાકી વેરા


  • કુબેર ભવનના 1.21 કરોડ 

  • એસ.એસ.જી હોસ્પિટલ 1.13 કરોડ

  • ગોત્રી જી.એમ.ઇ.આર.એસ 1.13 કરોડ

  • પોલીસ કમિશ્નર કચેરી 8.34 કરોડ

  • નર્મદા પ્રોજેકટ 74.43 લાખ

  • સીટી સબ ડિવિઝન 70.92 લાખ

  • ખાદી ગ્રામ ઉદ્યોગ  66.56 લાખ

  • એસ.આર.પી 1 - 59.49 લાખ

  • નર્મદા ભવન સી બ્લોક 39.60 લાખ

  • સમરસ ગર્લ્સ એન્ડ બોયસ હોસ્ટેલ 35.87 લાખ


વડોદરા કોર્પોરેશન દ્વારા 2021 - 22 ના મિલકત વેરા ઉઘરાવવા કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું છે. છેલ્લા અઢી માસમાં બાકી 486 કરોડ મિલકત વેરાની સામે 467 કરોડના વેરા તંત્ર વસૂલી ચૂક્યું છે. રહેણાંક વિસ્તારમાં અને કોમર્શિયલ વિભાગમાં 467 કરોડનો મિલકત વેરો વસૂલાઈ ચૂક્યો છે. 10 હજારથી વધુ બાકી મિલકત વેરા માટે 18000 ને નોટિસ અપાઈ છે, તો બાકી વેરાવાળી 6000 કોમર્શિયલ મિલકતો સીલ કરવામાં આવી છે. જોકે આશ્ચર્યની વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક કચેરીઓનો 25 કરોડ મિલકત વેરો બાકી છે. જ્યાં તંત્ર દ્વારા કોઈ નજર કરાતી નથી. આ મામલે વિપક્ષે સવાલ ઉભા કર્યા છે કે કેમ બાકી વેરા ધરાવતી સરકારી મિલકતોને સીલ કરવામાં આવતી નથી.