ધોરાજી : રાજ્યની પ્રાથમિક શાળાની વાત આવે એટલે સામાન્ય રીતે વિશાળ મેદાન સાથેની નળિયાંના છાપરા સાથેની શાળા નજર સામે આવે, પરંતુ આ વાત ધોરાજીમાં ખોટી પડે છે. અહીં 50 વર્ષથી ચાલતી શાળા નંબર 14 એ એક રોડ ઉપર આવેલ વ્યાપરી દુકાનોમાં ચાલે છે. ત્યારે સરકારના દાવા કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત પોકળ સાબિત થાય છે. જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે રાજકોટ જિલ્લાના ધોરાજીના કુંભારવાડામાં આવેલ શાળા નંબર 14ની, રોડ ઉપર આવેલ આ દુકાનોના લોખંડના શટર અડધા ખુલા અને બંધ છે. તે હક્કિતમાં કોઈ દુકાન નથી પરંતુ અહીં ચાલતું ધોરાજીની શાળા નંબર 14 છે. આ શાળા 1962માં અસ્તિત્વમાં આવી ત્યારથી તે અહીં જ આ રોડ ઉપર આવેલ ભાડાની દુકાનોમાં બેસે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠંડીથી જવાનોને રક્ષણ આપતા હેબીટાટનું અમદાવાદમાં નિર્માણ, ગુજરાત યુનિ. અને ભારતીય સેના વચ્ચે MOU


અહીં શાળામાં તમામ જાતની સુવિધા છે. લોખંડના શટર સાથેની આ દુકાનના ક્લાસ રૂમમાં પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ અને અભ્યાસુ 147 જેટલા વિદ્યાર્થીઓ અને આ વિદ્યાર્થીઓને ભણાવવા માટે જરૂરી 6 થી 8 જેટલા શિક્ષકો પણ હાજર છે, પરંતુ નથી વિદ્યાર્થીઓ માટે શાળાનું સારું મકાન કે નથી શાળામાં મેદાન, છે તો રોડ ઉપરની માત્ર દુકાનો અને અહીં પસાર થતા વાહનોના ઘોંઘાટ, આમતો 50 વર્ષથી ચાલતી આ શાળાના નવીનીકરણ માટે અનેક વખત રજૂઆતો અને માગ પણ થઇ હશે. પરંતુ છેલ્લા 4 વર્ષથી તો શાળાના આચાર્ય અને આ વિસ્તારના આગેવાનો દ્વારા અનેક પત્ર વ્યવહાર અને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સરકારી તંત્રને તો અહીં રસ ન હોય તેવી હાલત છે, ત્યારે સામાજિક આગેવાનો અને વાલીઓ સરકારને પ્રશ્ન કરે છે કે આવી દુકાનોમાં ચાલતા વર્ગમાં ગુજરાત કેમ ભણશે ? કેમ ગુજરાત આગળ આવશે ?


જેનું નામ સાંભળી આખુ પાકિસ્તાન ફફડે છે તે NSG જવાનો તમારા ઘરે ચા પાણી કરવા આવશે


50 વર્ષથી રોડ ઉપર આવેલ દુકાનોમાં ચાલતી અને દુકાનોના ક્લાસ રૂમ વાળી આ શાળાના મકાનની હાલત પણ અત્યંત જર્જરિત થઇ રહી છે. અહીં વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ તેના વર્ગની હાલત જોઈને અહીં કેમ વર્ગમાં બેસવું તેવો પ્રશ્ન કરે છે. ચોમાસામાં અહીં વર્ગમાં પાણી અંદર આવી જાય છે. રોડ ઉપર જ વર્ગ હોય, વાહનોના અવાજ તો સામાન્ય છે. રિક્ષાના, ટ્રેકટરના મોટા મોટા અવાજ તો સામાન્ય છે જયારે અહીં રોડ ઉપર રખડતા પશુ ઢોરનો ત્રાસ સામાન્ય છે. ઘણી વખત આ ઢોર વર્ગમાં અંદર પણ આવી જાય છે ત્યારે અહીં વર્ગમાં અભ્યાસ મુશ્કેલ બની જાય છે ત્યારે નાના નાના વિદ્યાર્થીઓ પણ પ્રશ્ન કરે છે કે હવે અમને નવી શાળા ક્યારે મળશે?


ઇસુદાન ગઢવીની વધારે એક ચકચારી કેસમાં ધરપકડ, જમીની નેતા જામીન પર છુટશે કે...


આ શાળા આમતો અહીં 50 વર્ષથી ચાલે છે અને તેને નવી બનવવા માટે અનેક રજુઆત થઇ હશે. પરંતુ છેલ્લા 4 વર્ષથી આચાર્ય એવા મનવીર બાબરીયાએ અનેક રજૂઆતો અને પત્રો સરકારને લખી ચુક્યા છે. આ વિસ્તારના સાંસદ પણ અહીં મુલાકાત લઈ ચુક્યા છે. પરંતુ હજુ સુધી નવી શાળા બનાવવા માટે કોઈ સાંત્વના મળી નથી. શાળાને લઈને જયારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછતાં તેઓએ તો તેઓ તરફથી સરકારના તમામ લગતા વળગતા વિભાગને પત્રો લખી ચુક્યા છે. નવી શાળા માટે મંજૂરી માંગી છે અને થોડી વહીવટી કાર્યવાહી બાકી હોય તે પુરી થતા જલ્દી નવી શાળા આપવમાં આવશે તેવું જણાવ્યું હતું. શિક્ષણ માટે મોટી મોટી વાતો કરતી સરકારને ધોરાજીની આ દુકાનોમાં 50 વર્ષથી ચાલતી શાળા ક્યારેય દેખાણી નથી, ત્યારે ચોક્કસથી પ્રશ્ન થાય કે આવી રોડ ઉપરની વ્યાપારી દુકાનોમાં બેસી કે ગુજરાત કેમ ભણશે કેમ આગળ આવશે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube