ઇસુદાન ગઢવીની વધારે એક ચકચારી કેસમાં ધરપકડ, જમીની નેતા જામીન પર છુટશે કે...
AAP નેતા ઇસુદાન ગઢવી પર દારૂ પીને મહિલાની છેડતી કરવાના ગંભીર આરોપ લાગ્યા હતા. કોબા ખાતે આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે AAP અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયા બાદ, ભાજપની મહિલા કાર્યકરોએ AAPના નેતા ઈસુદાન ગઢવી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ભાજપની મહિલા કાર્યકરોનો આરોપ હતો કે ઈસુદાન નશાની હાલતમાં હતા અને તેમણે છેડતી પણ કરી હતી. ભાજપની મહિલા કાર્યકરોએ આ બાબતે પોલીસને અરજી પણ આપી હતી. જેના પગલે ઈસુદાન ગઢવીનો મેડિકલ ટેસ્ટ કરવા માટે સિવિલ લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે વિશેષ તપાસ માટે સેમ્પલ FSL ખાતે મોકલી અપાયા હતા. જ્યાં ઇસુદાન છુટ્યાનાં એક જ દિવસ બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
Trending Photos
ગાંધીનગર : AAP નેતા ઇસુદાન ગઢવી પર દારૂ પીને મહિલાની છેડતી કરવાના ગંભીર આરોપ લાગ્યા હતા. કોબા ખાતે આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે AAP અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયા બાદ, ભાજપની મહિલા કાર્યકરોએ AAPના નેતા ઈસુદાન ગઢવી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ભાજપની મહિલા કાર્યકરોનો આરોપ હતો કે ઈસુદાન નશાની હાલતમાં હતા અને તેમણે છેડતી પણ કરી હતી. ભાજપની મહિલા કાર્યકરોએ આ બાબતે પોલીસને અરજી પણ આપી હતી. જેના પગલે ઈસુદાન ગઢવીનો મેડિકલ ટેસ્ટ કરવા માટે સિવિલ લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે વિશેષ તપાસ માટે સેમ્પલ FSL ખાતે મોકલી અપાયા હતા. જ્યાં ઇસુદાન છુટ્યાનાં એક જ દિવસ બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
લિકર રિપોર્ટ પોઝિટિવ આવવાના પગલે ઇસુદાન ગઢવી પર પ્રોહિબિશનની કલમોનો ઉમેરો થયો હતો. જેના કારણે ઇન્ફોસિટિ પોલીસ સ્ટેશનમાં આજે ઇસુદાન ગઢવી હાજર રહ્યા હતા. જ્યાં તેની તત્કાલ ધરપકડ કરી લેવામાં આવી હતી. જો કે આ જામીન પાત્ર ગુનો હોવાને પગલે તત્કાલ જામીન પણ મળી ગયા હતા. જો કે ઇસુદાન ગઢવીએ આ અગાઉ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મે દારૂ પીધો જ નથી. સરકાર અને તંત્ર પર મને જરા પણ ભરોસો નથી. હું માંગ કરૂ છું કે, મારો લાય ડિટેક્ટર ટેસ્ટ થવો જોઇએ. જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થઇ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કાયદાકીય ગુંચવાડાના ઉકેલ માટે આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીથી સ્પેશિયલ વકીલ મોકલવામાં આવ્યા છે. જેઓ ઇસુદાન ગઢવીનાં સમગ્ર કેસનો અભ્યાસ કરશે. આજે ઇસુદાન ગઢવી જ્યારે ઇન્ફોસિટિ પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા ત્યારે આ સ્પેશિયલ વકીલ પણ તેમની સાથે હાજર હતા. તેના દ્વારા જ તમામ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. આપ દ્વારા જો કે તત્કાલ જામીનની કામગીરી પણ આરંભી દેવામાં આવતા ગણત્રીની મિનિટોમાં જ ઇસુદાન ગઢવીને જામીન મળી ગયા હતા. જો કે હાલ જામીન કરતા દારૂ પીધો હતો કે નહી તે મુદ્દો સૌથી વિવાદિત બની ગયો છે. આ મુદ્દે ભાજપ અને આપ બંન્ને એક બીજા પર પ્રહારો કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે