તેજસ મોદી, સુરત: દેશમાં સતત આત્મહત્યાના કિસ્સાઓ વધી ગયા છે, લોકો માનસિક તણાવ સહીતના કિસ્સાઓમાં આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે સુરતમાં એક શિક્ષિકાએ અચાનક આત્મહત્યા કરી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે, સુરતના ઉધના વિસ્તારમાં રહેતા મહિલા શિક્ષિકાએ બિલ્ડીંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ગુજરાતના આ ગોપાલકે બનાવી સૌથી મોટી 125 ફૂટની લાંબી અગરબત્તી


પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં આવેલા અરિહંત કોમ્પલેક્સમાં મૂળ બનાસકાંઠાના ધાનેરાના વતની એવા 45 વર્ષીય કવિતાબેન શાંતીપુરી ગોસ્વામી પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ ઉન વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા. કવિતાબેને પોતાના ઘરના કોમ્પલેક્સના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો.


વધુમાં વાંચો: નરોડાની એક હોટલમાં દારૂની મહેફિલ માણતા 14 વેપારીઓ ઝડપાયા


બે સંતાનોની માતા અને શિક્ષકે અણઘાર્યા પગલાંથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મહિલા શિક્ષકે બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. પોલીસ ઘટના અંગે આત્મહત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરવામાં આવી છે.


જુઓ Live TV:-
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...