તીડનો ભોગ બનેલા ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 18500 રૂપિયા, સરકારે રાહત માટે ફાળવ્યા 31 કરોડ
રાજ્ય સરકાર દ્વારા આખરે બનાસકાંઠા અને પાટણના તીડના આક્રમણથી ભોગ બનેલા ખેડૂતો માટે 31 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને હેક્ટર દીઠ 18500ની રકમ બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે.
હિતલ પારેખ/ગાંધીનગરઃ બનાસકાંઠાના 13 તાલુકા અને પાટણના બે તાલુકા એમ કુલ ૧૫ તાલુકાઓમાં રાજસ્થાન પાકિસ્તાન તરફથી તીડનું આક્રમણ થયું હતું. જેના કારણે આ વિસ્તારમાં ૨૫ હજાર હેક્ટરથી વધુ ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. તીડના આક્રમણથી નુકસાન પામેલા ખેડૂતોને સહાયતા કરવી જોઇએ તેવી અવારનવાર માગણી નો ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી હતી. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ પત્ર લખીને માંગણી કરી હતી.
કૃષિમંત્રી આર.સી.ફળદુ પણ તીડના આક્રમણને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારની મદદ લીધી હતી. કેન્દ્રના કૃષિ મંત્રાલયની ૩૦થી વધુ ટીમો ગુજરાતમાં તીડ સામે કાર્યવાહી કરવા આવી પહોંચી હતી. કૃષિ વિભાગ દ્વારા લોકોને તીડના આક્રમણ સામે જન જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. જો કે નુકસાન એટલા મોટા પાયે થયુ હતું જેના કારણે મુખ્યપ્રધાન દ્વારા આદેશ કરીને તાત્કાલિક અસરથી બનાસકાંઠા પાટણના તીડ પ્રભાવિત વિસ્તારનો નુકસાનીનો સરવે કરાવવાના આદેશ સાથે હતા. જેનો રિપોર્ટ ગઈકાલે કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા કૃષિમંત્રી આર.સી.ફળદુ ને આપવામાં આવ્યો હતો.
આ રિપોર્ટ કૃષિમંત્રીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આપ્યો હતો. જેના આધારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે એસડીઆરએફના નિયમો અંતર્ગત તીડથી નુકસાન પામનાર ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા 18500 ની ચુકવણી કરવામાં આવશે. જેમાં બે હેક્ટરની મર્યાદામાં ચુકવણી કરવામાં આવશે. કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે 18500માં 13500 sdrf ના નિયમો અંતર્ગત અને 5000 રાજ્ય સરકાર પોતે ભોગવશે અને ખેડૂતોને ચૂકવશે.
ABVP-NSUI ઘર્ષણ મુદ્દે કોંગ્રેસની પત્રકાર પરિષદ, અમિત ચાવડાએ સરકાર-પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ
અંતે ઉલ્લેખનીય છે કે રાજ્યના ખેડૂતો માટે એક જ વર્ષમાં રાજ્ય સરકારે આ ત્રીજી વાર પેકેજની જાહેરાત કરવાની જરૂરિયાત ઊભી થઇ છે. આ અગાઉ બે વાર કમોસમી વરસાદથી નુકસાન પામનાર ખેડૂતોને પેકેજની ચુકવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા રાહતપેકેજ 3800 કરોડનું આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં 1000 કરોડથી વધુ રકમની ચુકવણી કરી દેવામાં આવી હોવાની વાત કૃષિમંત્રી આર.સી.ફળદુ કહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....