ABVP-NSUI ઘર્ષણ મુદ્દે કોંગ્રેસની પત્રકાર પરિષદ, અમિત ચાવડાએ સરકાર-પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ
અમિત ચાવડાએ કહ્યું કે, ત્રણ દિવસ પહેલા દિલ્હીમાં શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો સામે જે હુમલો થયો તેનો વિરોધ એનએસયૂઆઈના કાર્યકર્તાઓ કરી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, આ દરમિયાન એબીવીપીના હોદ્દેદારો અને ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા હિંસક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો.
Trending Photos
અમદાવાદઃ દિલ્હીની જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલયમાં થયેલા હુમલાના વિરોધમાં અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. એનએસયૂઆઈના કાર્યક્રાઓ વિરોધ કરવા માટે એબીવીપીના કાર્યાલય પર પહોંચ્યા હતા. આ દરમિયાન એનએસયૂઆઈ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી અને પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં એનએસયૂઆઈના નિખિલ સવાણીને પણ ઈજા થઈ હતી. આ મુદ્દે અત્યારે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર આકરા પ્રહારો કર્યાં હતા.
અમિત ચાવડાએ કહ્યું કે, ત્રણ દિવસ પહેલા દિલ્હીમાં શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો સામે જે હુમલો થયો તેનો વિરોધ એનએસયૂઆઈના કાર્યકર્તાઓ કરી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, આ દરમિયાન એબીવીપીના હોદ્દેદારો અને ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા હિંસક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે આ ઘટના અંગે જોડાયેલો એક વીડિઓ પણ દેખાડ્યો હતો. અમિત ચાવડાએ કહ્યું કે, આ વીડિઓમાં ભાજપના મંત્રી સ્પષ્ટ દેખાય છે.
તેમણે કહ્યું કે, લોકોને ડરાવી ધમકાવીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, દરેક વખતે આવી વિરોધ થતો હોય છે. પરંતુ આવી ઘટના ક્યારેય બની નથી. જો મોટી સંખ્યામાં પોલીજ હાજર હતી તો આ હથિયારો ક્યાંથી આવ્યા તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.
અમિત ચાવડાએ કહ્યું કે, પોલીસની હાજરીમાં આ હુમલો થયો છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ખુન કરવાના ઈરાદાથી આ હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપની સરકાર ધ્યાન આપે, જનતા રસ્તા પર પણ આવી શકે છે. ચાવડાએ કહ્યું કે, જે લોકો મર્યાદા ચુકી ગયા છે તેને ગુજરાતની પ્રજા છોડશે નહીં. તેમણે કહ્યું કે, અંગ્રેજો પણ અહીં સફળ થયા નથી, અને તમે પણ થશો નહીં.
તેમણે કહ્યું કે, પોલીસના સીનિયર અધિકારીઓની હાજરીમાં આ હુમલો થયો છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે પોલીસ હુમલાખોરોને પ્રોત્સાહન આપતી હતી. આ સાથે અમિત ચાવડાએ ગંભીર શબ્દોમાં પોલીસને કહ્યું કે, સરકાર આવે ને જાય, પરંતુ પોલીસે પોતાની ફરજ ન ચુકવી જોઈએ.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, આ મુદ્દે આવતીકાલે રાજ્યભરમાં દેખાવો કરવામાં આવશે. વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવાવમાં આવશે. તો રાજ્યપાલને પણ રજૂઆત કરવામાં આવશે. આ સાથે તેમણે આ ઘટનાની ન્યાયિક તપાસ કરવાની માગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે