અમદાવાદ : રાજયના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યુ કે, રાજય સરકાર દ્વારા અમલી મા અમૃત્તમ કાર્ડની યોજના બંધ નહી થાય. સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા "મા અમૃતમ કાર્ડ" બંધ થાય છે એવા મેસેજ વાયરલ થયા છે, આ મેસેજ તદ્દન સત્યથી વેગળા છે. યોજના યથાવત્ત રીતે જ ચાલુ રહેશે. જેથી નાગરિકોએ ગભરાવાની જરા પણ જરૂર નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવીડ-૧૯ના સંદર્ભમાં ગુજરાત ટૂરિઝમ દ્વારા લેવાયેલા નવા પગલાની કેન્દ્રીય રાજ્યમંત્રીએ પ્રસંશા કરી


આરોગ્ય કમિશ્નરના અનુસાર, ગરીબ અને મધ્યમ પરિવારના નાગરિકોને ગંભીર બીમારી સામે આર્થિક રીતે મદદરૂપ થવા માટે શરૂ કરવામાં આવી છે. રાજય સરકારની મહત્વાકાંક્ષી એવી "મા અમૃતમ કાર્ડ"ની યોજના ને રાજયવ્યાપી વ્યાપક જનપ્રતિસાદ સાપડી રહ્યો છે. તેવામાં આ યોજના બંધ કરવામા આવશે એવા ખોટા મેસેજ સોશ્યલ મીડિયાના માધ્યમથી વાયરલ થયા છે. આ સમાચારો સત્યથી વેગળા છે એટલે નાગરિકોએ આ મેસેજ સંદર્ભે ગેરમાર્ગે ન દોરવાવવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.


અવળી ગંગા ! પતિએ પોતાની જ પત્નીનું અપહરણ કર્યું અને પછી...


કમિશ્નરના અનુસાર,મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના સોફ્ટવેરના અપગ્રેડેશનની કામગીરી ચાલુ હોવાથી આ યોજનાના લાભાર્થીઓને આજ રોજ માટે નાની-મોટી મુશ્કેલી કે વિલંબ થઇ શકે છે. જો કે તમામ હોસ્પિટલોને કોઇ પણ દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે સૂચના આપી દેવાઈ છે. તેમજ મંજુરી મળવામાં કોઇ પણ મુશ્કેલી કે વિલંબના નિરાકરણ માટે ટીમ કાર્યરત છે. જેથી આ અંગે નાગરિકોએ સહેજ પણ ચિતા કરવાની જરૂર નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube