અવળી ગંગા ! પતિએ પોતાની જ પત્નીનું અપહરણ કર્યું અને પછી...

શહેરમાં પતિ પત્ની વચ્ચેનો ઝઘડો એટલી હદે વકર્યો કે પતિ અને તેના પરિવારજનો અપહરણના ગુનાના આરોપી બન્યા. વસ્ત્રાપુર પોલીસે અપહરણનો ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી. અપહ્યત મહિલાનો છુટકારો કરાવ્યો. શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક પરણિતાએ પોતાના પતિ રામચંદ્ર અહારી સહિત 4 લોકો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. બનાવની વાત કરીએ તો ફરિયાદી અને તેનો પ્રેમી કાંતિલાલ વસ્ત્રાપુરના દ્વારકેશ ટાવરમાં રહેતા હતા. જેની જાણ મહિલાના પતિ રામચંદ્રને થતા અન્ય આરોપી ભરત રાકેશ અને વિકાસને લઇ ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો. 
અવળી ગંગા ! પતિએ પોતાની જ પત્નીનું અપહરણ કર્યું અને પછી...

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં પતિ પત્ની વચ્ચેનો ઝઘડો એટલી હદે વકર્યો કે પતિ અને તેના પરિવારજનો અપહરણના ગુનાના આરોપી બન્યા. વસ્ત્રાપુર પોલીસે અપહરણનો ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી. અપહ્યત મહિલાનો છુટકારો કરાવ્યો. શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક પરણિતાએ પોતાના પતિ રામચંદ્ર અહારી સહિત 4 લોકો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. બનાવની વાત કરીએ તો ફરિયાદી અને તેનો પ્રેમી કાંતિલાલ વસ્ત્રાપુરના દ્વારકેશ ટાવરમાં રહેતા હતા. જેની જાણ મહિલાના પતિ રામચંદ્રને થતા અન્ય આરોપી ભરત રાકેશ અને વિકાસને લઇ ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો. 

જ્યાં ફરિયાદી અને તેના પ્રેમી સાથે મારામારી કરી ફરિયાદીની બહેનનું અપહરણ કર્યું હતું. દ્વારકેશ ટાવરમાં અચાનક હંગામો અને મારામારી થતા વસ્ત્રાપુર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પરંતુ ત્યાં પહોંચતાં મહિલાનું અપહરણ થયું હોવાની વાત સામે આવતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી 3 આરોપી રામચંદ્ર, ભરત અને તેમની મદદ કરનાર ધનેશ્વર નામના 3 આરોપીની ધરપકડ કરી છે. વસ્ત્રાપુર પોલીસે અપહરણના ગુનામા બે આરોપી અને મદદગારી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. પરંતુ આ ગુનાના અન્ય આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news