અમદાવાદ/નવી દિલ્હીઃ ઘણા લાંબા સમયથી આખરે જનતાને રાહતના સૌથી મોટા સમાચાર મળ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે રાહત આપી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ ગુજરાત સરકારે પણ 2.50 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ગુજરાતની જનતાને પેટ્રોલ-ડીઝલમાં કુલ 5 રૂપિયાની રાહત મળશે. કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીની જાહેરાત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણાપ્રધાને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં 1.50 રુપિયાનો ઘટાડો, અને ઓઈલ માર્કેટિંગ કંપનીને 1 રુપિયો ઘટાડવા જણાવ્યું છે. આ સાથે જ તમામ રાજ્યોને પણ 2.50 રુપિયો ઘટાડવાનું સૂચન કરવામાં આવ્યું હતું. એક રીતે જોવા જઈએ તો ત્રણ લેટરમાં ઘટાડો વહેંચવાનો આદેશ કરાયો છે. જો રાજ્યો પૂર્ણ સૂચન માને તો પાંચ રુપિયાનો ઘટાડો કરશે. પેટ્રોલ- ડીઝલમાં ચાલુ વર્ષનો સૌથી મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક પગલાંથી દેશની જનતાએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. નાણાંપ્રધાન અરુણ જેટલીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વધતા ભાવને કાબૂમાં લેવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. અને આ માટે જ ખાસ બોર્ડની રચના કરવામાં આવી છે. 


પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત...