ગાંધીનગર : ગુજરાતની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા દોઢ કરોડ જેટલા વિદ્યાર્થીઓઓના વાલીઓને ફીમાં રાહત આપવા મુદ્દે હાઇકોર્ટે નિર્દેશ કર્યો હોવા છતા પણ સરકાર હજી સુધી કોઇ જ નિર્ણય લઇ શકી નથી. આજે ગૃહમાં આ અંગે ચર્ચા થવાની હતી. જો કે સમયના અભાવનું બહાનું કરીને સરકાર દ્વારા આ વાતને ટાળવામાં આવી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુરૂવારે સાંજે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, ખાનગી શાળાઓમાં ફીમાં ઘટાડો કરવાની બાબતને ટુંકી મુદ્દતને પ્રશ્ન ગૃહમાં નિયમાનુસાર પ્રશ્નકાળવિધી પુરી થઇ જતા અધ્યક્ષની સુચના અનુસાર ચર્ચામાં લઇ શકાયો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: ફિલ્મ પ્રોડ્યુસરે યુવતીને હોટલનાં રૂમમાં બોલાવી કહ્યું તારો પગાર આપવાનો છે આવી જા અને...

જો કે આ મુદ્દે વિપક્ષી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, ખાનગી શાળાઓમાં ફીમાં ઘટાડો કરવાની બાબતે ટુંકી મુદ્દતનો પ્રશ્ન ગૃહમાં ચર્ચા માટે મુકાયો હતો. જો કે સાંજે શિક્ષણંત્રીએ સિફ્તપુર્વક અધ્યક્ષનું નામ ધરીેન નિવેદન કહ્યું કે, ટૂંકી મુદ્દતના પ્રશ્ન માટેની નિયમાનુસાર પુર્ણ થઇ ગયો હોવાથી અધ્યક્ષની સુચના મુજબ આ પ્રશ્ન ચર્ચામાં લઇ શકાયો નથી. વિપક્ષ કોંગ્રેસનો આક્ષેપ છે કે, વાસ્તવમાં સરકાર ઇચ્છતી નથી જ નથી કે આ મુદ્દે પોતે કોઇ પણ નિર્ણય લે કારણ કે ખાનગી શાળાઓનો ડર  સરકારને સતાવે છે. સરકાર આ મુદ્દે નિર્ણય હાઇકોર્ટ પર ઢોળવા માટેનો પ્રયાસ કરી જોયો હતો પરંતુ તેમાં ન ફાવતા હવે સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. 


અમદાવાદ: ઓનલાઇન ફ્રોડ કરનારી જમાતારા ગેંગને પોલીસે નક્સલી વિસ્તારમાંથી જીવના જોખમે ઝડપી લીધી

ખાનગી શાળાના વિદ્યાર્થીઓની ફી માફી અંગે નિર્ણય લેવાની વાત આવી તો રૂપાણી સરકાર ગૃહમાં ચર્ચામાં ફસકી પડી હતી. જ્યારે સાંજે શિક્ષણમંત્રી ફરીથી એ રટણ જારી રાખે છે કે, શાળા સંચાલકો તથા વાલીઓ બંન્નેનું હિત સચવાય અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનું યોગ્ય પરિપ્રેક્ષમાં પાલન થાય તે માટે રાજ્ય સરકાર આગામી દિવસોમાં સર્વસંમતી સાધવાનો પ્રયાસ કરશે. આ હેતુથી વહેલી તકે રાજ્ય સરકાર આ બંન્ને પક્ષકારો સાથે બેસીને ગુજરાત હાઇકોર્ટે સુચવ્યા મુજબના માર્ગે યોગ્ય નિર્ણય કરવા પ્રતિબદ્ધ છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube