આજથી રાજ્યમાં સરકાર ટેકાના ભાવે અનાજની ખરીદી શરૂ કરશે
રાજ્ય સરકાર દ્વારા 17 ઓક્ટોબર, બુધવારથી ટેકાના ભાવે અનાજની ખરીદી કરવાની જાહેરાત કરાઈ છે, સરકાર ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદીનો પ્રારંભ કરશે
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા 17 ઓક્ટોબર, બુધવારથી ટેકાના ભાવે અનાજની ખરીદી કરવાની જાહેરાત કરાઈ છે, સરકાર ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદીનો પ્રારંભ કરશે. આ ખરીદી 31 ડિસેમ્બર સુધી ચાલશે.
સરકારનું નાગરિક પુરવઠા નિગમ રાજ્યમાં આવેલા 142 APMC પર આ ખરીદી પ્રક્રિયા શરૂ કરશે. આ ખરીદી પ્રક્રિયા 31 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે.
સરકાર દ્વારા ચાલુ વર્ષે એક લાખ મેટ્રિક ટન ડાંગર, 50 હજાર મેટ્રિક ટન મકાઈ અને 50 હજાર મેટ્રિક ટન બાજરીની અંદાજિત ખરીદી કરવાનું આયોજન છે.
PM મોદી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું ઉદ્ઘાટન કરવા માટે સી પ્લેનમાં આવે તેવી સંભાવના
જયેશ રાદડીયા અને કૌશીક પટેલની હાજરીમાં બાવળા એપીએમસી ખાતે ટેકાના ભાવે અનાજની ખરીદીનો શુભારંભ કરવામાં આવશે. મંત્રી પરબત પટેલ અને દિલીપ ઠાકોર ડીસામાં, જ્યારે મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ એપીએમસીમાં ખરીદીનો પ્રારંભ કરાવવાના છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સરકાર દ્વારા વિવિધ અનાજની ખરીદી લઘુત્તમ ટેકાના ભાવે કરવામાં આવતી હોય છે, જેથી ખેડૂતોને પુરતું વળતર મળી રહે. કેન્દ્ર સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે.