અતુલ તિવારી, અમદાવાદ : આજે  ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી (GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ-3ની ભરતી માટે પ્રિલિમનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 2.34 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે. મળતી માહિતી પ્રમાણે રાજ્યના 32 જિલ્લામાં કુલ 902 સેન્ટરમાં 10,000થી વધુ બ્લોકમાં પરીક્ષા યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ahmedabad : AMTSને મિક્સ ટ્રાફિકમાં દોડાવાનો AMCનો વિવાદિત નિર્ણય


 આ પ્રાથમિક કસોટી માટે સામાન્ય જ્ઞાનની 200 માર્ક્સની બે કલાકની પરીક્ષા હશે. લેખિત પરીક્ષામાં અંગેજી ભાષા, ગુજરાતી ભાષા, અને સામાન્ય અભ્યાસ મળીને કુલ ચાર વિષયોને ન્યાય આપવો પડશે. આ તમામ વિષયોની પરીક્ષા 100 માર્ક્સની રહેશે. 


હવે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં ભીખ માગવી કે દલાલી કરવી તે ગુનો બનશે...!


GPSC આ ભરતીમાં અનામતનો લાભ મૂળ ગુજરાતના લોકોને જ મળશે. ભરતી માટે ઉમેદાવારો માટે સરકાર માન્ય કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતકથી પદવી ફરજિયાત રાખવામાં આવી છે. ઉમેદવારને આ ઉપરાંત કમ્પ્યુટરનું બેઝિક નોલેજ, ગુજરાતી અને હિંદી ભાષાનું આવડવી જોઈએ. ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ-3ની ભરતી માટે 38,090 રૂપિયાનો પગાર રહેશે. આ પગાર પાંચ વર્ષ સુધી ફિક્સ રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...