હવે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં ભીખ માગવી કે દલાલી કરવી તે ગુનો બનશે...!

રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને(Statue of Unity) સત્તામંડળ(Authority) જાહેર કરવા માટે ગુજરાત વિધાનસભાના(Gujarat Assembly) ટૂંકા સત્રમાં એક ખાસ વિધેયક રજૂ કરવામાં આવનાર છે. આ વિધેયકની જોગવાઈઓ પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની(Statue of Unity) આસપાસના વિસ્તારને પ્રવાસન સ્થળ(Tourism Spot) તરીકે વિકસાવવા માટે એક અલગ ઓથોરિટીની(Authority) રચના કરવામાં આવશે. 

Updated By: Dec 7, 2019, 11:31 PM IST
હવે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં ભીખ માગવી કે દલાલી કરવી તે ગુનો બનશે...!
ફાઈલ ફોટો

હીતલ પારેખ/ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને(Statue of Unity) સત્તામંડળ(Authority) જાહેર કરવા માટે ગુજરાત વિધાનસભાના(Gujarat Assembly) ટૂંકા સત્રમાં એક ખાસ વિધેયક રજૂ કરવામાં આવનાર છે. આ વિધેયકની જોગવાઈઓ પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની(Statue of Unity) આસપાસના વિસ્તારને પ્રવાસન સ્થળ(Tourism Spot) તરીકે વિકસાવવા માટે એક અલગ ઓથોરિટીની(Authority) રચના કરવામાં આવશે. આ વિધેયક અનુસાર હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં ભીખ માગવી કે દલાલી કરવી ગુનો બનશે. આ પ્રકારનો અપરાધ કરનાર જો પકડાઈ જશે તો એક માસની કેદ અને રૂપિયા પાંચ હજાર સુધીનો દંડની જોગવાઇ કરવામાં આવી છે. 

રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) માટેની ઓથોરિટીમાં એક ચેરમેન(Chairman) સહિત 20 સભ્યો હશે. ચેરમેનની નિમણૂક રાજ્ય સરકાર કરશે. રાજ્ય સરકાર સત્તામંડળને એકત્રિત ફંડમાંથી રૂ. 10 કરોડ ખર્ચ પેટે ફાળવશે. જેના માટે રાજ્ય સરકાર એક વિધેયક લાવશે અને સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટિના(Statue of Unity) વિકાસ માટે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. 

લો બોલો! રિવરફ્રન્ટની જમીનની વ્યૂહરચા અને વેચાણ માટે AMC વિદેશી કન્સલ્ટન્ટની સલાહ લેશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીને સત્તામંડળ રચવાના વિધેયકની મહત્વની જોગવાઈઓ નીચે પ્રમાણે છે
- પ્રવાસન વિકાસ સત્તામંડળનું માળખું અને કામગીરી કેવી રહેશે.
- રાજ્ય સરકાર આ કાયદો અમલી બનતાની સાથે સૌપ્રથમ પ્રવાસન વિકાસ વિસ્તાર જાહેર કરશે.
- વિસ્તાર જાહેર થયા બાદ પ્રવાસન નિયમન સત્તામંડળની રચના કરશે.
- સત્તામંડળમાં કુલ 20 સભ્યો રહેશે જેના અધ્યક્ષ સરકાર નિમશે.
- સત્તામંડળ પ્રવાસન વિકાસ માટે જમીન સંપાદન પણ કરી શકશે.
- નિયત કરેલા વિસ્તારની વિકાસ યોજના તૈયાર કરશે અને બાંધકામને મંજૂરી આપશે.
- અનધિકૃત બાંધકામો દૂર કરી શકશે.

ગુજરાત વિધાનસભાનું સોમવારથી ત્રણ દિવસીય સત્રઃ અનેક મુદ્દે વિપક્ષ કરશે ઘેરાવ, જુઓ વીડિયો.....

- પરવાનગીની શરતોનું ઉલ્લંઘન કરીને બાંધકામ કરવા બદલ 50 હજારનો દંડ અને વિલંબના દરેક દિવસ માટે 5 હજાર દંડ વસૂલાશે.
- પ્રવાસન એરિયામાં દબાણો રોકવા અને મિલકતની સલામતીની વ્યવસ્થા કરશે.
- સત્તામંડળને પોલીસ ઉપર દેખરેખ રાખવાની પણ સત્તા રહેશે.
- પ્રવાસન વિકાસ વિસ્તારમાં દલાલી કરવી, પ્રવાસીઓ સાથે ગેરરીતિ આચરવી, ભીખ માંગવાની પ્રવૃત્તિ કરવી કે અનધિકૃત ફેરી કરીને વેચાણ કરવા બદલ એક મહિનાની કેદ અથવા 5 હજારના દંડની જોગવાઇ કરાઇ છે.

દુષ્કાળની આકારણીઃ હવે પૌરાણિક આનાવારી પદ્ધતિ નહીં પરંતુ આધુનિક પદ્ધતિથી કરાશે

- સત્તામંડળ દરેક પ્રવાસન ઉદ્યોગોનું રજિસ્ટ્રેશન કરશે અને લાયસન્સ પણ આપશે.
- ગાઇડ તરીકેનું લાયસન્સ પણ સત્તામંડળ આપશે, તે સિવાયના ગાઇડને એક મહિનાની સજા થશે.
- આ વિસ્તારને ઔદ્યોગિક વસાહત તરીકે વિચારણા કરી નોટીફાઇડ એરિયા તરીકે પણ જાહેર કરી શકાશે.
- સત્તામંડળે અધિકૃત કરેલી વ્યક્તિ આ વિસ્તારમાં કોઇપણ જમીન અથવા મકાનમાં પ્રવેશ કરી શકશે તેને અટકાવનારને એક વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ કરાઇ છે.
- રાજ્ય સરકાર સત્તામંડળને એકત્રિત ફંડમાંથી 10 કરોડ ખર્ચ પેટે ફાળવશે.

Statue of Unity : દેનિક પ્રવાસીઓ બાબતે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ રાખી પાછળ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...