ઝી બ્યુરો/ગાંધીનગર: સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક ખુશખબર મળી રહ્યા છે. તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય જુનિયર ક્લાર્કની ભરતી પરિક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે પરિણામ જાહેર કર્યું છે. બીજી બાજુ GPSC એ મોકુફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જી હા. વાવાઝોડાના કારણે રાજ્યમાં યોજાનાર પરીક્ષા જીપીએસસીએ મોકુફ રખાઈ હતી. પરંતુ હવે જાહેર જીવન થાળે પડતાં એક મોટો નિર્ણય લેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડા સામે સરકારે જો આ પ્લાન બનાવ્યો ના હોત તો..! આજે ગુજરાત થયું હોત તહસનહસ!


આ વિશે મળતી માહિતી પ્રમાણે, GPSC એ મોકુફ રાખેલ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. જેમાં ગુજરાતી ભાષાનું પેપર 23 જુનના રોજ લેવાશે અને અંગ્રેજી ભાષાનુ પેપર 24 જૂનના રોજ લેવાશે.


સરકારનો મહત્વનો નિર્ણય; વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા લોકોને 5 દિવસની કેશડોલ ચૂકવાશે


ઉલ્લેખનીય છે કે, બિપોરજોય વાવાઝોડાને લઈને બીજી ઘણી સરકારી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. વર્ગ 3ના કર્મચારીઓની ખાતકીય પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી હતી. 19 થી 24 જૂન દરમિયાન લેવાનારી આ પરીક્ષા વાવાઝોડાના કારણે મોકૂફ રાખવામાં આવી છે. 


આ જિલ્લાઓમાં આફત આવશે; ગુજરાતમાં વિનાશ વેરનાર વાવાઝોડું નબળું પડ્યું પણ હજુ કચ્છમાં..


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાઓ મુલતવી રાખવાની અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૯/૦૬/૨૦૨૦૩ ની વિવિધ જાહેરાતોથી વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાઓ તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજવાની જાહેરાત મંડળની વેબસાઇટ પર કરવામાં આવેલ છે.


રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે