આ જિલ્લાઓમાં આફત આવશે; ગુજરાતમાં વિનાશ વેરનાર વાવાઝોડું નબળું પડ્યું પણ હજુ કચ્છમાં જ છે!
Cyclone Biparjoy Effect: વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું ત્યારે તેની સ્પીડ 125 કિ.મી પ્રતિ કલાક હતી, પણ હાલ વાવાઝોડું નબળું પડી ગયું છે. આગળ જતા બિપરજોન વાવાઝોડુ ડિપ ડિપ્રેશનમાં ફેરવાય જશે.
Trending Photos
Cyclone Biparjoy Effect: બિપરજૉય વાવાઝોડાએ કચ્છમાં લેન્ડફૉલ કરી લીધુ છે, ગુજરાતના દરિયા કાંઠે બિપરજૉયે જોરદાર તરખાટ મચાવી દીધો છે. ત્યારે વાવાઝોડાને લઈ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાને લઈ મોટું નિવેદન આપ્યું છે.
#WATCH | Ahmedabad: "By today noon the intensity of the cyclone will reduce and it will weaken into a cyclonic storm and will convert into a depression by the same evening...," says Manorama Mohanty, MET Director, as she gives an update on #CycloneBiparjoy pic.twitter.com/sTRWyd8gd6
— ANI (@ANI) June 16, 2023
હવામાન વિભાગે જણાવ્યું છે કે, વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું ત્યારે તેની સ્પીડ 125 કિ.મી પ્રતિ કલાક હતી, પણ હાલ વાવાઝોડું નબળું પડી ગયું છે. આગળ જતા બિપરજોન વાવાઝોડુ ડિપ ડિપ્રેશનમાં ફેરવાય જશે. જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ રહેશે.
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, બિપોરજોય વાવાઝોડું જ્યારે જમીન સાથે અથડાયું ત્યારે તેની સ્પીડ 125 હતી, હજુ પણ વાવાઝોડુ કચ્છ પર જ છે. આ સાથે જણાવ્યું હતું કે, આગાળ જતા વાવાઝોડુ નબળુ પડશે. વાવાઝોડાની દિશા ઉત્તર પૂર્વ રહેશે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખાસ કરીને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તમને જણાવી દઈએ કે, બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થતાં જ જળ, જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે