Gujarat Home Department Recruitment 2023: સરકારી નોકરીની શોધમાં છો તો એક નવી ભરતીની ઓફર આવી છે. ગુજરાતમાં વધુ એક સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાતના ગૃહ વિભાગમાંટે ઢગલાબંધ જગ્યાઓ ખાલી પડી છે તેને ભરવામાં આવશે તેવી જાહેરાત ગૃહરાજ્ય મંત્રીએ વિધાનસભા ગૃહમાં કરી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ગૃહ વિભાગ આ વર્ષે નવી 8 હજાર ભરતી કરાશે. ઉનાળો પૂરો થયા પછી પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાલુ વર્ષે પોલીસ વિભાગમાં થનારી ભરતીની વિગતો સામે આવી છે. રાજ્યના ૭૩૮૪ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થશે.


રંગીન મિજાજી ગુજરાતીઓના બધા શોખ થાઈલેન્ડની આ એક જગ્યા પર પૂરા થઈ જાય છે!


ક્યાં કેટલી ભરતી થશે
બિન હથિયારી પીએસઆઈ ની ૩૨૫ જગ્યાઓ પર ભરતી થશે
હથીયારી અને બીન હથીયારી પોલીસ કોન્સ્ટેબલ ની ૬૩૨૪ જગ્યાઓ પર ભરતી થશે
જેલ સિપાહી પુરુષની ૬૭૮ જગ્યા પર ભરતી થશે
જેલ સિપાહી મહિલાની ૫૭ જગ્યા પર ભરતી થશે


દિલ્હીમાં કંઈક મોટું થવાનું છે, ભુપેન્દ્ર પટેલ સાંસદોની આખી ટીમને લઈને દિલ્હી ઉપડ્યા


ગુજરાત હાઈકોર્ટમાં પણ નોકરીની તક
ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ જજ માટે ઢગલાબંધ જગ્યાઓ ખાલી પડી છે. આ માટે એપ્લિકેશન મંગાવવામાં આવી છે. https://gujarathighcourt.nic.in/ પર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ જજ માટે 193 પદ માટે ભરતી કરવામાં આવનાર છે. આ ભરતીની નોટિફિકેશન ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઘ્વારા 06 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 એપ્રિલ 2023 છે. https://gujarathighcourt.nic.in/  માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકાય છે.


આ છે ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ અને આદર્શ ગામ, જ્યાં એક રસોડે જમે છે આખા ગામના લોકો