અનાજ કૌભાંડ: ગરીબ લોકોને સસ્તું અનાજ ન આપી બારોબાર વેચી દેવાયું
આપણે કૌભાંડો કોઈ જગ્યા એ ગોતવા જવા પડે તેમ નથી, ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં ગરીબ લોકોના સસ્તા અનાજને નહીં આપી ને બારોબાર વેચી દેવામાં આવે છે, અને ખરા હકદારને અનાજ માટે વલખા મારવા પડે છે.
નરેશ ભાલીયા, જેતપુર: આપણે કૌભાંડો કોઈ જગ્યા એ ગોતવા જવા પડે તેમ નથી, ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં ગરીબ લોકોના સસ્તા અનાજને નહીં આપી ને બારોબાર વેચી દેવામાં આવે છે, અને ખરા હકદારને અનાજ માટે વલખા મારવા પડે છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં એક સસ્તા અનાજનું કૌભાંડ સામે આવ્યું છે. જેં મુજબ જામકંડોરણા તાલુકાના બોરિયા ગામની સેવા સહકારી મંડળી દ્વારા સસ્તા અનાજની દુકાન ચલાવવામાં આવી રહી છે. જેમાં BPL અને APL સહિતનાને જે સરકાર દ્વારા જ અનાજ આપવામાં આવે છે તે આ કાર્ડ ધારક પાસે પોહોચતુ નથી અને બરોબર પગ કરી જાય છે. જયારે આ લોકોના નામે ઓનલાઇન જે રજીસ્ટરમાં આ અનાજ આપી દીધેલ હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો:- મોરબીમાં ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી, જાણો કેવી છે ત્યાંની પરિસ્થિતિ
જેને લઇને આજે આવા ભોગ બનનાર લોકો એ બોરિયા સેવા સહકારી મંડળી દ્વારા ચલાવવામાં આવી રહેલ સસ્તા અનાજની દુકાન ઉપર હલ્લા બોલ કર્યો હતો સાથે સાથે રોષે ભરાયેલ લોકો એ પુરવઠા વિભાગ વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા, અને ભ્રસ્ટાચાર બંધ કરો ગરીબો ના હક્ક નું અનાજ આપોના સૂત્રો ચાર કર્યા હતા. થયેલ ભ્રસ્ટાચાર જોતા, જે કાર્ડ ઘરાકો છે તેને આ સસ્તા અનાજની દુકાનદાર દ્વારા પુરોતો જથ્થો આપવામાં આવતો ના હતો, સાથે જે લોકો બહાર ગામ રહે છે તેવા લોકો ના નામે પણ અહીં દુકાનદાર અનાજ લઈને બરોબર વેચી નાખે છે.
સાથે જે લોકો અહીં ગામમાં રહેતા નથી અને જેવો ક્યાં છે તેવા લોકોના નામે પણ અહીં રાસન કાર્ડ છે ને તેવોના નામે પણ અહીંથી રાસન ઉપાડીને બરોબર વેચી નાખવામાં આવે છે. આવો આક્ષેપ ગામ લોકો અને ભોગ બનારે કર્યો હતો, સાથે ભોગ બનારે આ બાબતે સસ્તા અનાજની દુકાન ચાલવતા બોરિયા સેવા સહકારી મંડળીના પ્રમુખ અને સતાધીધોને પણ કરી હતી અને આ તમામ બાબતે થયેલ વાત ચિત્ત અને ખુલાસાનું સ્ટિંગ વિડ્યો બનાવેલ હતો. જેમાં સસ્તા અનાજનું દુકાન ચલાવતા અને બોરિયા સહકારી મંડળીના કર્મચારી દ્વારા આ બાબતે જે કામગીરી કરવામાં આવનાર છે તે અંગે કબૂલાત કરી હતી.
આ પણ વાંચો:- રાજકોટમાં કોરોના વિસ્ફોટ, 2 દિવસમાં 68 સફાઈ કર્મચારી પોઝિટિવ
દુકાનદાર દ્વારા આવા લોકોના રાસન કાર્ડમાં અનાજ નહિ આપીને અને તેવોના નામે ઓનલાઇન અનાજ લઈ લિધેલા બતાવે છે. જયારે અતુલભાઈ કે જેવો ઘણા વર્ષો થયા સુરત રહે છે અને તેવો એ તેને સસ્તા અનાજની જરૂર નથી નું જાહેર કરેલ તેવોના નામે જ વરસોથી અનાજ લઇને બરોબર પગ કરી જતાનું જોવ મળેલ હતું.
મળેલ પુરાવા અને લોકો ના કહેવા મુજબ એવા અસંખ્ય દાખલ જોવા મળેલ મુજબ જે લોકો ના રાસન કાર્ડ માં અનાજ મળેલ નથી અને જે અનાજ તેના નામે દેવાઈ ગયું છે ને તે ઓનલાઇન ઉધરાય ગયું છે, પરંતુ હકીકત માં આવા લોકો ને પ્રત્યક્ષ મળેલ નથી, અને તેના રાસન કાર્ડ માં પણ ઉધરાયેલ નથી, જે જોતા આવા લોકો ના નામે સરકાર માં થી અનાજ લઈ ને બરોબર પગ જતું હોવા નું જાવ મળેલ હતું.
આ પણ વાંચો:- મોદી જેવી સ્ટ્રેટેજી અપનાવીને સૌરાષ્ટ્ર પ્રવાસે ઉપડશે સીઆર પાટીલ
બોરિયા ગામ ની સેવા સહકારી મંડળી દ્વારા ચલાવવા માં આવતી સસ્તા અનાજ ની દુકાન માં ચાલતી ગેર રીતિ અને ભ્રસ્ટાચાર ના સીધા જવાબદાર બોરિયા સેવા સહકારી મંડળી ના સંચાલકો છે ત્યારે મંડળી ના મંત્રી એ આ બાબતે તેવો ને કોઈ ખબર ના હોય અને આ બાબતે મંડળી ના કારોબારી ના જામ કરેલ છે અને જે યોગ્ય પગલાં લેવાં થશે તતે લેવા માં આવશે તેવું જણાવી ને પોતાના હાથ ખંખેર્યા હતા. ગરીબો ના ભાગ નું અનાજ અને મોઢા નો કોળ્યો છીનવતા આવા ભ્રસ્ટાચારી ઓ ને યોગ્ય સજા થાય તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર