ઝી ન્યૂઝ/ બ્યુરો: વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. પંચાયતોના જાહેર થયેલા પરિણામોમાં કેટલી ગ્રામ પંચાયતોમાં રસપ્રદ પરિણામ પણ બહાર આવી રહ્યા છે. આ એવા પરિણામો છે,જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. પત્નીએ પણ વોટ ના આપતા આખરે ઉમેદવાર રોઈ પડ્યો હતો. કેટલીક જગ્યાએ માત્ર એક વોટથી જ હાર- જીતનો ફેંસલો થઈ રહ્યો છે. તો કેટલીક જગ્યાએ ઉમેદવારોને નહિવત મળી રહ્યા છે. આથી નહિવત મત મેળવતા ઉમેદવારો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ચૂંટણી પરિણામના કેટલાક કિસ્સા ઉમેદવારોનું ગૌરવ વધારનારા તો કેટલાક કિસ્સા ઉમેદવારને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દેનારા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પરિણામોમાં એક સૌથી અજીબોગરીબ કિસ્સો વાપી તાલુકાની છરાવાળા ગ્રામ પંચાયતનો સામે આવ્યો છે. વાપી તાલુકાની છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં સભ્યપદના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો છે. 12 સભ્યોના પરિવાર ધરાવતા આ ઉમેદવારોને માત્ર એક જ મત મળતાં ઉમેદવાર છરવાળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 5નું પરિણામ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. 


છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર. 5 માં સભ્ય તરીકે સંતોષભાઈ હળપતિ નામના ઉમેદવારે ઉમેદવારી કરી હતી. સંતોષવાના પરિવારમાં 12 મતદારો છે. તેમ છતાં તેમણે મતપેટીમાંથી નીકળેલા મતમાં માત્ર એક જ મળ્યો છે અને પોતાની પત્નીએ પણ વોટ ના આપ્યો હોવાનું જણાતા ઉમેદવાર જાહેરમાં રોઈ પડ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube