મોરના ઇંડા ચિતરવા ન પડે: પૌત્રી દાદા અમિત શાહની આંગળી પકડી જગન્નાથ મંદિર પહોંચી
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉતરાયણની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવા માટે અમદાવાદ આવ્યા છે. આજે મકરસંક્રાંતિના પાવન પર્વે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. અમિત શાહ પુત્રની પુત્રીને પણ આંગળીએ પકડીને મંદિર લઇ આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવીને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાનાં પરિવાર સાથે ચરણોમાં શીશ ઝુકાવીને ભગવાન જગન્નાથની આરતી કરી હતી.
અમદાવાદ : આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉતરાયણની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવા માટે અમદાવાદ આવ્યા છે. આજે મકરસંક્રાંતિના પાવન પર્વે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. અમિત શાહ પુત્રની પુત્રીને પણ આંગળીએ પકડીને મંદિર લઇ આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવીને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાનાં પરિવાર સાથે ચરણોમાં શીશ ઝુકાવીને ભગવાન જગન્નાથની આરતી કરી હતી.
બેકાર એન્જિનિયરે આર્થિક જરૂરિયાત પુરી કરવા માટે કરી નાખ્યો એવો કાંડ કે પોલીસ ચક્કર ખાઇ ગઇ
આ સાથે તેમણે પરિવાર સાથે વિશેષ પુજા અર્ચના કરી હતી. તેમણે હાથીને શેરડી અને ફ્રૂટ પણ ખવડાવ્યા હતા. તેમણે ગાય માતાની પણ પુજા કરી હતી. અમિત શાહની જગન્નાથ મંદિરની મુલાકાતને કારણે જગન્નાથ મંદિરમાં સધન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તો વહેલી સવારથી ભગવાન જગન્નાથના આશિર્વાદ માટે ઉમટી રહ્યા છે. ભગવાનના વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
[[{"fid":"303233","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(અમિત શાહ પોતાની પૌત્રી સાથે આવી પહોંચ્યા હતા)
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉતરાયણમાં ભગવાનના વિશેષ દર્શન થાય છે. આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવામાં આવે છે. હાથીને પણ ઘાસ અને ફળ ખવડાવવામાં આવે છે. ભક્તોની ભીડ ન થાય અને ગાઇડલાઇન પાલન માટે ભક્તોના દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં આવતા ભક્તો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સેનિટાઇઝર અને થર્મલ ગન દ્વારા સ્ક્રિનિંગ પણ કરવામાં આવી રહ્યું છે.