બેકાર એન્જિનિયરે આર્થિક જરૂરિયાત પુરી કરવા માટે કરી નાખ્યો એવો કાંડ કે પોલીસ ચક્કર ખાઇ ગઇ
એન્જિનિયરે એવો કાંડ કર્યો કે તેનો છેડો મેળવવા માટે પોલીસે પણ અનેક ટીમ બનાવીને તપાસ આદરવી પડી પછી સામે આવ્યું તે...
Trending Photos
અમદાવાદ : શહેરનાં ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલી પાયલ જ્વેલર્સ નામની દુકાનમાંથી 45 લાખની મતાના દાગીનાની ચોરી કરનારા બેકાર એન્જિનિયર અને સોનાના મુદ્દામાલ ખરીદનાર સોનીની સાબરમતી પોલીસે ધરપકડ કરી છે. સાબરમતી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોર્ડ ટીમે 8 દિવસમાં જ 15 કિલોમીટર વિસ્તારમાં 92 સીસીટીવી ચેક કરીને આખરે શકમંદ વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી. ઝોન 2 ડીસીપી વિજય પટેલે જણાવ્યું કે, આરોપી પોતે બેકાર છે અને ઘરમાં બિમારી હોવાના કારણે આર્થિક જરૂરિયાત હોવાથી ત્રણ દિવસ સુધી જ્વેલર્સના માલિકની રેકી કરી હતી.
ઘાટલોડિયા વિસ્તારમાં બાઇક ચોરી કરીને ફરિયાદીનાં સ્કૂટરમાંથી ચાવી કાઢીને ચોરી કરી લીધી હતી. રાણીપ વિસ્તારમાં પાયલ જ્વેલર્સમાંથી 5 જાન્યુઆરીના રોજ કોઇ અજાણી વ્યક્તિએ ઓરિજનલ ચાવીથી દુકાન ખોલી અને સોના ચાંદીના દાગીના સહિત કુલ 45 લાખ રૂપિયાની ચોરી કરી હતી. જો કે ચોરીના પગલે સાબરમતી પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. સર્વેલન્સ સ્કવોર્ડની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી શકમંદ આરોપી તરીકે શશી શુક્લા (રહે. પ્રમુખ બંગ્લોઝ, ન્યુ રાણીપ)ની ધરપકડ કરી હતી.
આરોપી શશીની પુછપરછ કરતા તેણે જ ચોરી કરી અને ઘાટલોડિયા વિસ્તારના શુભમ જ્વેલર્સના જીતેન્દ્ર ગેહલોતને ચોરીનો મુદ્દામાલ વેચ્યો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે આરોપી જીતેન્દ્રની ધરપકડ કરી હતી. આરોપી શશી પોતે એન્જિનિયર છે અને બેકાર છે. 2 જાન્યુઆરીના રોજ તેણે પાયલ જ્વેલર્સના માલિકની રેકી કરી હતી કે ક્યારે કેટલા વાગ્યે ઘરે જાય છે અને તે શું કરે છે. બાદમાં 5જાન્યુઆરીના રોજ ચોરી કરવા માટે ઘાડલોડિયા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી બાઇકની ચોરી કરી હતી. ચોરીનું બાઇક તેણે બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલા મેદાનમાં બિનવારસી મુકી દીધું હતું. દાગીના શુભમ જ્વેલર્સના ત્યાં વેચી પૈસા મેળવ્યા હતા. જે રોકડા ઘરે મુક્યા હતા. બાકીના પૈસા તેણે ગાડીના હપ્તા ચુકવવા માટે આપી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે