પંચમહાલ : જીલ્લામાં દારૂની બિનકાયદેસર પ્રવૃતિને અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓની સુચના બાદ સ્થાનિક પોલીસ સક્રિય બની હતી. વેજલપુર પોલીસ સ્ટેશનના PSI ને બાતમી મળી હતી કે, મહેલોલ ગામના દિવ્યરાજસિંહ ઉર્ફે રાજા ઉમેશસિંહ ચૌહાણ તથા રામપુર જોડકા ગામના રમેશભાઇ ધનાભાઇ વણકર સાથે મળીને ભાદરોલી ખાતે વાંસડુંગરી ફળીયામાં રોડની બાજુમાં આવેલા ઇંટોના ભઠ્ઠાની નજીકના ટેમ્પામાં ઇંગ્લીશ દારૂ ભરીને તેનું કટીંગ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહામારીમાં પણ અડીખમ સુરત : હીરા વેપારીઓએ હાથમાં આવેલી મોટી તક ઝડપી લીધી


જેના આધારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતા પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા ટેમ્પોમાંથી ટ્યુબર્ગ સુપર સ્ટ્રોંગ બીયરની બોટલ 1584 જેની કિંમત 1,58,400, ટેમ્પોની નજીકથી અંગ્રેજી દારૂની રોયલ બ્લ્યુની બોટલ 14,544 કિંમત 1,23,6240 તથા મેક્કોલ્સ વ્હીસ્કીની બોટલ 720 નંગ (કિંમત 75 હજાર) સહિત કુલ 14,66,640 ની કિંમતનો દારૂ અને અઢી લાખ રૂપિયાની કિંમતના ટેમ્પો સહિત પંચમહાલના પુર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો પૌત્ર દિવ્યરાજ ઉર્ફે રાજા ભૈયા ઝડપાઇ ગયો હતો. આ ઉપરાંત નાસી ગયેલો રમેશ ધનાભાઇ વણકર તથા અન્ય ઇસમો વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. 


ગીરના વન કર્મીઓ માટે સૌથી ચેલેન્જિંગ હોય છે આ કામ, જેનો સીધો ફાયદો પ્રવાસીઓને થાય છે


અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 2015 માં પણ ગોધરાના મેહલોલથી ગોધરા એલસીબી અને એસઓજીના સંકુય્ક ઓપરેશનમાં તે સમયે સાંસદના કાર્યકાળ દરમિયાન જ પ્રભાતસિંહ ચૌહાણના બે પૌત્રો 48 લાખ રૂપિયાના દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, પ્રભાતસિંહનો જાણે બિનકાયદેસર દારૂ ઘુસાડવાનો પારિવારિક ધંધો હોય તે પ્રકારે તેના પૌત્ર અને અન્ય પરિવાર વારંવાર દારૂ સાથે ઝડપાય છે. આ ઉપરાંત તેઓનો દારૂ ઘુસાડવાની પ્રવૃતિમાં મોટા પાયે હસ્તક્ષેપ હોવાનું પણ સ્થાનિક સુત્રો ગણગણી રહ્યા છે. હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube