મહામારીમાં પણ અડીખમ સુરત : હીરા વેપારીઓએ હાથમાં આવેલી મોટી તક ઝડપી લીધી

એક સમય એવો હતો કે લોકો રિયલ ડાયમંડની જ માંગણી જ કરતા હતાં. જોકે હવે સમય બદલાયો છે. રિયલ ડાયમંડની જેમ હવે વિદેશી માર્કેટોમાં લેબગ્રોન ડાયમંડની માંગ પણ ‌વધી રહી છે. લોકો હવે આ ડાયમંડ (diamonds) માંથી બનેલી જ્વેલરી પણ પહેરતા થયા છે. આ ડાયમંડ સસ્તો તો હોય જ છે પરંતુ તે દેખાવમાં રિયલ જેવો જ લાગે છે, ત્યારે ડાયમંડનું હબ ગણતા સુરત (Surat) શહેરના હીરા વેપારીઓને તેમાં તક દેખાઈ રહી છે. 
મહામારીમાં પણ અડીખમ સુરત : હીરા વેપારીઓએ હાથમાં આવેલી મોટી તક ઝડપી લીધી

તેજશ મોદી/સુરત :એક સમય એવો હતો કે લોકો રિયલ ડાયમંડની જ માંગણી જ કરતા હતાં. જોકે હવે સમય બદલાયો છે. રિયલ ડાયમંડની જેમ હવે વિદેશી માર્કેટોમાં લેબગ્રોન ડાયમંડની માંગ પણ ‌વધી રહી છે. લોકો હવે આ ડાયમંડ (diamonds) માંથી બનેલી જ્વેલરી પણ પહેરતા થયા છે. આ ડાયમંડ સસ્તો તો હોય જ છે પરંતુ તે દેખાવમાં રિયલ જેવો જ લાગે છે, ત્યારે ડાયમંડનું હબ ગણતા સુરત (Surat) શહેરના હીરા વેપારીઓને તેમાં તક દેખાઈ રહી છે. 

સુરત શહેરમાં 6 વર્ષમાં 400 લેબગ્રોન ડાયમંડ (lab grown diamond) મેન્યુફેક્ચરિંગ કંપનીઓ શરૂ થઈ ગઈ છે. જ્યારે આ ડાયમંડની માંગમાં 3 મહિનામાં 38 ટકાનો તથા 3 વર્ષમાં 300 ટકાનો વધારો થયો છે. જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ આ ડિમાન્ડ વિશે જણાવ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડની માંગ ‌‌વધતા શહેરમાં મેન્યુફેચરિંગ એકમો પણ વધ્યા છે. આ ઉપરાંત સરકારને રજૂઆત કરી શકાય તે માટે શહેરની લેબગ્રોન ડાયમંડ કંપનીઓએ સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનની સ્થાપના પણ કરી છે.

શહેરમાં છેલ્લાં 6 વર્ષથી લેબગ્રોન ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. સુરત (surat news) માં કટિંગ અને પોલીસિંગ માટે જાણીતું છે, દુનિયાના 11 સૌથી મહત્વના હીરાઓ પૈકી નવ પર કટિંગ અને પોલીસિંગ કરવામાં આવે છે. ત્યારે હવે વિદેશના માર્કેટમાં લેબગ્રોન ડાયમંડ અને તેમાંથી બનેલી જ્વેલરીને લોકો સ્વીકારતા થયા છે, ત્યારે સુરતમાં પણ લેબગ્રોન ડાયમંડ બનાવતી કંપનીઓ પણ વધી છે. સુરત શહેરમાં એક અંદાજ મુજબ નાની-મોટી મળીને 400 ડાયમંડ કંપનીઓ કાર્યરત છે. જ્યા લેબમાં જ હીરા બનાવવામાં આવે છે. જે કંપનીઓ સુરતમાં આ લેબગ્રોન ડાયમંડ બનાવે છે, તેમના ગ્રાહકો અમેરિકા, હોંગકોગ જેવા દેશોમાં ફેલાયેલા છે. 

સુરતમાં જેટલા ડાયમંડ બને છે તે તમામ મોટા ભાગે એક્સપોર્ટ થઈ રહ્યા છે. પરંતુ શહેરમાં હવે ધીમે ધીમે લેબગ્રોન ડાયમંડમાંથી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ શરૂ થઈ ગઈ છે. હાલ શહેરમાં આવી 4 કંપનીઓ કાર્યરત છે. જે મોટાભાગની જ્વેલરી વિદેશમાં એક્સપોર્ટ થાય છે. આગામી 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડનું ભવિષ્ય ખુબ સ્પષ્ટ રીતે ઉજળું દેખાઈ રહ્યું છે. હવે વિદેશીઓ રિયલની જગ્યાએ લેબગ્રોનના દાગીનાની ખરીદી રહ્યા છે. ત્યારે તેનો ફાયદો સુરતને થશે, અહીં એ પણ મહત્વનું છે કે સુરતમાં ડાયમંડ બુર્સ પણ બની રહ્યું છે, આ ઉદ્યોગને તેના કારણે ખુબ ફાયદો થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news