ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સરકારમાં હંગામી જગ્યાઓને કાયમી કરવા તરફ વિચારણા શરૂ કરી દીધી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વર્ગ એકથી લઈને વર્ગ ચાર સુધી હંગામી જગ્યાઓને કાયમી જગ્યામાં રૂપાંતર કરવા માટેની વિગતો વિભાગ પાસે માંગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નકલી ઘીની નદીઓ વહે છે ગુજરાતમાં! આ શહેરમાંથી ઝડપાયું 50 લાખથી વધુની કિંમતનું નકલી ઘી


આ હંગામી જગ્યામાં અત્યારે આઉટસોર્સિંગ કે અન્ય કોઈ રીતે કામ કરતા હોય તો તેની નોંધ પણ લખવાની સૂચના અપાઈ છે. આરોગ્ય વિભાગના આ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે હંગામી જગ્યા ને કાયમી જગ્યામાં રૂપાંતર કરવાની યોજના સરકારની વિચારણા હેઠળ  છે.


શિક્ષણમંત્રીની મોટી જાહેરાત; દિવાળી બાદ ગુજરાતના તમામ જિલ્લાને મળશે DEO-DPO