ચેતન પટેલ/સુરત :ગ્રીષ્મા હત્યા કેસ માત્ર 7 જ દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ ફાઈલ થઈ છે. ત્યારે હવે હવે ગ્રીષ્મા હત્યા કેસ સુરતના ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી આજે (બુધવાર) કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઇને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યાર બાદ ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરીને આ કેસમાં સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. આરોપી ફેનિલને ફરી લાજપોર જેલ લઈ જવાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રીષ્મા મર્ડર કેસમાં કોર્ટમાં હત્યારા ફેનિલે ગુનો કબુલવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટ રૂમમાં ગ્રીષ્માના હત્યારા ફેનિલે કહ્યું હતુ કે, તેને ગુનો કબુલ નથી. આરોપી ફેનીલને કોર્ટ પૂછ્યું કે, શું ગુનો કબુલ છે? ત્યારે ફેનિલે ના પાડી હતી. હત્યાના આરોપી ફેનીલને સરકારી વકીલ આપવામાં આવ્યો છે. હવે આ કેસ સુરતના ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. 


આ પણ વાંચો : ડૂબતી નૈયા બની કોંગ્રેસ... દિનેશ શર્માએ રાજીનામુ આપતા કહ્યું, અહેમદ પટેલના 9 રત્નો કોંગ્રેસને ડૂબાડે છે 


સુરત ખાતેના પાસોદરા ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલ પંકજભાઈ ગોયાણી વિરૂદ્ધ સુરત પોલીસ વિભાગ દ્વારા માત્ર 7 જ દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. આ તટસ્થ તપાસ પ્રક્રિયાને તીવ્ર ગતિ પ્રદાન કરી છે. આ પ્રકારના જઘન્ય કૃત્યના સંકીર્ણ માનસિકતા વાળા આરોપીઓને ત્વરિતપણે કડકમાં કડક સજા અપાવિને એક દાખલો બેસાડવા રાજ્ય સરકાર તેમજ ગુજરાત પોલીસ દૃઢ કટિબદ્ધ છે.


ગ્રીષ્મા હત્યા કેસ બાદ સુરત પોલીસ એક્શનમાં જોવા મળી છે. સર્ચ ઓપરેશનમાં ડિંડોલીમાં મિસ્ટર કુલ કોફી કાફેમાં કપલ બોક્સ મળ્યા હતા. પોલીસને જોઈ કાફે સંચાલકનો નાનો ભાઈ ગભરાઈ ગયો હતો. તેને ત્યા જ ખેંચ આવી ગઈ હતી. સંચાલકના ભાઈને ખેંચ આવતા હોસ્પિટલ લઈ જવાયો હતો. તપાસ દરમિયાન કપલ બોક્સમાં ગ્રાહકો પણ હાજર હતા. સંચાલક શિવમ વિકેશ શુક્લા સામે ફરિયાદ નોંધાઈ છે.