સુરત :શહેરના ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ચુકાદો આવ્યો છે, અને આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ત્યારે ગ્રીષ્મા હત્યા આ કેસ. ચુકાદો તથા સજા બહુ જ મહત્વની બની રહી હતી. કોર્ટે અનેક બાબતોનો અભ્યાસ કર્યો હતો અને તેનો ચુકાદામાં ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે સજા સંભાળવતા પહેલા મનુસ્મૃતિનો શ્લોક બોલીને કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવ્યો હતો. તો લોકોએ આવકારદાયક ચુકાદો ગણાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે સુનાવણીથી લઈને ચુકાદા સુધી અવલોકન કર્યા હતા. જેમ કે, કોર્ટમાં ફેનિલની વર્તણૂંક. કોર્ટે નોઁધ્યુ હતુ કે, ફેનિલને કોઈ પણ પ્રકારનો અફસોસ ન હતો. હત્યાની ઘટના વીડિયોમાં કેદ થઈ તેમાં કહ્યુ કે, એક હાથે ગ્રીષ્માને પકડવુ એને બીજા હાથે ચપ્પુ ફેરવવુ તે માફ કરી શકાય તેમન નથી. ભોગ ભગનાર યુવતી નિસહાય હતી. તેને પોતાના બચાવનો મોકો મળ્યો ન હતો. તે જમીન પર તડપી રહી હતી, તેના ગળામાઁથી લોહીના ફુંવારા નીકળતા હતા, ત્યારે તેને જોઈ રહ્યો હતો. તેથી આ કિસ્સો રેર છે. સમાજમા ડરનો માહોલ ઉભો થાય, તેથી તેને અંતિમ શ્વાસ સાથે ફાંસી પર લટકાવવો જોઈએ.  


આ પણ વાંચો : ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસી મળશે, ચુકાદો આવતા જ પરિવારજનો રડી પડ્યા


સરકારી વકીલ નયન સુખડિયાએ જણાવ્યું કે, નામદાર જજ વિમલ કે વ્યાસે સજા સંભળાવી છે. ફાંસીની સજા સાથે ફેનિલને દંડ પણ કરાયો છે. ઘટનામાં અન્ય બે ઈજાગ્રસ્તો હતા, તેમાં પણ આરોપીને સજા કરાઈ છે, ફેનિલ સામે લગાવાયેલી તમામ કલમમાં તેને સજા કરાઈ છે. સાથે જ તેના ગ્રીષ્માના પરિવારજનોને વળતર આપવાની જોગવાઈ કરી છે. આ કેસને રેર અને અપવાદ ગણાવીને પૂર્વ તૈયારી સાથે બનાવ બન્યો છે તેવુ કહ્યું. બનાવ સમયે ભોગ બનાર અને કાકા અને ભાઈ પણ નિસહાય હાલતમાં હતા, પબ્લિકમાં ડર ઉભો કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરીને તેના ગળા પર ચપ્પુ ફેરવી તેને પીડા આપવી, અને પછી ગળુ કપાયુ હતુ તે પણ કોર્ટે ચુકાદામાં નોઁધ્યુ. ગ્રીષ્મા જમીન પર પડી તેના ગળામાંથી લોહી પડ્યુ તો આરોપીને કોઈ પસ્તાવો ન હતો, તે ત્યાં ઉભા રહીને કંઈક ખાતો હતો તે કોર્ટે નોંધ્યું.


આ પણ વાંચો : ગુજરાતની પહેલી મહિલાને ટ્રિપલ તલાક કાયદાથી ન્યાય મળ્યો, મોદી સરકારનો આભાર માન્યો


સાથે જ કોર્ટે ચુકાદામા કહ્યુ કે, અમે નોધ્યુ કે, આરોપીને કોઈ પસ્તાવો ન હતો. ટ્રાયલ દરમિયાન પણ તેના ચહેરા પર પસ્તાવો ન હતો. આરોપીના કઠેડામાં ઉભો હતો ત્યારે માથા પર હાથ ફેરવીને સારુ કામ કરતો હતો તેવુ બતાવતો હતો. અને તેની વર્તણૂંક નોંધી હતી. કોર્ટે કુલ 500 થી વધુ પાનાનો ચુકાદો આપ્યો હતો. જેમાં કસાબ અને નિર્ભયા કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમ કસાબને પોતાના કર્યાનો કોઈ પસ્તાવો ન થયો, રંજ ન હતો તેવુ ફેનિલ માટે નોઁધ્યુ હતુ. નામદાર કોર્ટે વારંવાર કહ્યુ કે, અમે યોગ્ય વિચારણા કર્યા બાદ જ નિર્ણય લીધો છે. આરોપી દોષિત કર્યા બાદ સજા આપવા બે મુદત પાડી હતી. આરોપીને સજાથી કોઈ અન્યાય નથી થતો, તેના હકને કોઈ નુકસાન થયુ નથી. આરોપીનો ઈતિસાહ જોતા તે કમાતો ન હતો તેથી વધુ રકમનો દંડ યગ્ય નથી, તેથી વધુ રકમનો દંડ કર્યો નથી. 


સરકારી વકીલે કહ્યુ કે, વીડિયો મહત્વના પુરાવો સાબિત થયો છે. જનમાનસમાં જે રીતે આ પ્રકારની ઘટનાની અસર થાય છે તે માટે કોર્ટે નોંધ્યુ કે, જે રીતે જાહેર જનાની વચ્ચે દિવસે લોકોની માનસપલટ પર ઉંડી અસર કરીને ડરનો માહોલ પેદા કરાયો હતો. 


આ પણ વાંચો : બોર્ડર પર મોટું ષડયંત્ર રચવાની તૈયારીમાં ચીન, ભારતની શક્તિ પારખી ગયેલા પાડોશી દેશે હિન્દી ભાષાને હથિયાર બનાવ્યું 


તો સરકારી વકીલે ક્યુ કે, સરકાર પક્ષે જે પુરાવા રજૂ કરાયા તેમાં અમે કહ્યુ હતુ કે આરોપીને આજીવનની સજા કેદ પૂરતી ન થાય તો ફંસીને સજા કરાય. પણ તેમા રેરેસ્ટ ઓફ ધ રેર કેસ હોવો જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખીને ચુકુદો આપ્યો છે. 


ચુકાદાની શરૂઆત મનુસ્મૃતિના શ્લોક સાથે કરી હતી. કોર્ટે સજા સંભળાવતા કહ્યુ કે, જે સજા છે તે બદલારૂપે નથી, પણ વ્યવસ્થા જળવાય તેના ભાગરૂપે છે. જજે કહ્યુ હતું કે, મારી 30 વર્ષની કરિયરમા મહત્વનો ચુકાદો છે. જેમાં આ પ્રકારની હત્યા નિંદનીય બાબત છે.