ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસના અત્યાર સુધી 157 કેસ નોંધાઈ ચુક્યા છે. ગાંધીનગરમાં 53 તો કલોકમાં 18 કેસ નોંધાયા છે. સતત વધી રહેલા કેસો વચ્ચે જિલ્લા કલેક્ટરે શાકભાજી અને કરિયાણાના વેચાણ પર પ્રતિબંધ મુક્યો હતો. આજે આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. હવે ગાંધીનગર અને કલોકમાં શાકભાજી અને કરિયાણાનું વેચાણ થઈ શકશે. 16 મે, સોમવારથી કન્ટેઇનમેન્ટ ઝોન સહિતના વિસ્તારમાં શાકભાજી, ફળ, લોટ દળવાની ઘંટી અને કરિયાણાની દુકાનો ખોલી દેવામાં આવશે. પરંતુ જે વિસ્તારમાં વધુ કેસ છે તે ઝોનમાંથી અન્ય ઝોનમાં ખરીદી કરવા માટે જઈ શકાશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર જિલ્લા કલેક્ટર ડો. કુલદીપ આચાર્ચએ આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું હતું. ખરીદી કરતા સમયે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે. દુકાન માલિક, ત્યાં કામ કરતા લોકો અને ફેરિયાઓએ માસ્ક અને હાથના મોજા ફરજીયાત પહેરવાના રહેશે. 


તમામ દુકાન માલિકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરાવવાનું રહેશે. દુકાનમાં એક સાથે વધારે લોકો ખરીદી કરવા ભેગા ન થાય તેની પણ કાળજી રાખવાની રહેશે. 


કોરોનાની સામે 40.63 ટકાનો હાઇએસ્ટ રિકવરી રેટ હાંસલ કરતું ગુજરાત


મહત્વનું છે કે ગાંધીનગર અને કલોલમાં થોડા દિવસ પહેલા કોરોના વાયરસના કેસમાં અચાનક વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા સંક્રમણને રોકવા માટે શાકભાજી, કરિયાણા, ઘંટી સહિતના દુકાનો બંધ રાખવાનો આદેશ અપાયો હતો. હવે કલેક્ટર દ્વારા જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ દુકાનો 12 કલાક ખુલ્લી રહેશે. સવારે 8થી રાત્રે 8 કલાક સુધી દુકાનો ખુલી રાખી શકાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર