એક ફોન આવતા જ વરરાજા સલૂનમાંથી ગાયબ થયો, દુલ્હન રાહ જોતી રહી, નવસારીનો ગજબનો કિસ્સો
Love Story : નવસારીના બે પરિવારોમાં લગ્ન લેવાયા હતા, અને લગ્નના ગણતરીના કલાકોમાં વરરાજા રહસ્યમયી રીતે ગુમ થયો... જુઓ શું કિસ્સો છે
Navsari News : નવસારીમાં લવ સ્ટોરીની અજીબ ઘટના સામે આવી છે. લગ્ન માટે સજીધજીને તૈયાર થયેલા વરરાજા સલૂનમાં બેસ્યો હતો, પરંતુ તેને એક ફોન આવતા જ તે ત્યાંથી ગાયબ થઈ ગયો. હવે કન્યા લગ્ન માટે વરરાજાની રાહ જોતી રહી અને અહી વરરાજા જ ગાયબ થઈ ગયો. ત્યારે હાલ નવસારીનો આ કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો છે.
આ ઘટના પર નજર કરીએ તો, નવસારીના એક ગામમાં એક યુવતીના લગ્ન લેવાયા હતા. સુરતના એક યુવક સાથે તે સંપર્કમાં આવી હતી, જેના બાદ તે પ્રેમમાં પડ્યા હતા. એક જ જ્ઞાતિના હોવાથી બંનેના લગ્નને પરિવારે સહમતી આપી હતી. બંને પરિવારો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. 2 ફેબ્રુઆરીના રોજ લગ્નની તારીખ હતી. આ માટે સગા વ્હાલા આવી ગયા હતા, લગ્નનો માંડવો બંધાયો હતો. એક તરફ દુલ્હન તૈયાર થવા બ્યૂટી પાર્લર ગઈ હતી, તો બીજી તરફ દુલ્હો સલૂનમાં ગયો હતો.
મેળ પડી ગયો તો કોંગ્રેસના આ નેતાઓ પણ ભાજપમાં જશે, પક્ષપલટાના લિસ્ટમાં નવા નામ ઉમેરાય
લગ્ન માટે ગણતરીના કલાકો બાકી હતા. લગ્નનો વરઘોડો નીકળવાની થોડી વાર હતી, ત્યાં સલૂનમાં બેસેલા દુલ્હાના મોબાઈલ પર અચાનક એક ફોન આવ્યો હતો. સામે બીજી પ્રેમિકા હતી. બીજી પ્રેમિકાએ યુવકને ફોનમાં કહ્યું કે, તુ જો આજે પરણવા માટે જાન લઈને જઈશ તો આજે હું અહી ઝેર પીને મારો જીવ આપી દઈશ.
આ સાંભળીને વરરાજાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ખુશખુશાલ દેખાતા વરરાજાના ચહેરા પર ટેન્શન આવી ગયું હતું. વિચારોમાં ડૂબેલો વરરાજા અચાનક સલૂનમાંથી ગાયબ થઈ ગયો હતો. રહસ્યમયી રીતે ગાયબ થઈ ગયેલા વરરાજાને શોધવા પરિવારના લોકો અહી તહી શોધવા લાગ્યા હતા. વરરાજા ફોન ઘરે જ મૂકીને જતો રહ્યો હતો.
સુરતના શાહ પરિવારે વ્હાલસોયાના અંગોનું દાન કર્યું, આંખોમાં આસું સાથે આપી વિદાય
આ બાજુ વરરાજાનો કોઈ અત્તોપત્તો ન લાગતા, પરિવારજનો અને સંબંધીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. લોકો કાનાફૂસી કરવા લાગ્યા હતા કે આખરે વરરાજા કેવી રીતે ગાયબ થયા. બીજી તરફ, જાન સમયસર ન આવતા કન્યા તરફનો પરિવાર ટેન્શનમાં મૂકાયો હતો. કન્યાના પરિવારજનોને માહિતી મળી કે વરરાજા ગાયબ થઈ ગયો છે તે જાણતા જ કન્યાના પરિવારો ચિંતાતુર બન્યા હતા. ગણતરીના કલાકોમાં વરરાજા સુરતથી મળી આવ્યો હતો, પરંતુ છતા જાન સુરત પહોંચી ન હતી. આમ, દિલ કે અરમા આસુંઓ મેં બસ ગયે એવો ઘાટ સર્જાયો હતો.
ગુજરાતમાં ફરી વરસાદની આગાહી : આ તારીખોએ મુસીબત બનીને ત્રાટકશે માવઠું