ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘોર બેદરકારી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. DEOની મંજૂરી વિના શાળાએ વિદ્યાર્થીઓને એક પ્રવાસનું આયોજન કરાવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓને વોટર પાર્કમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે ગત વર્ષે હજી હરણી દુર્ઘટનાને નાગરિકો હજું સુધી ભૂલી શક્યા નથી, ત્યાં શાળાની બેદરકારી છતી થઈ છે. હરણી દુર્ઘટના બાદ દરેક શાળાએ પ્રવાસ માટે DEOની મંજૂરી મંજૂરી લેવી અનિવાર્ય કરવામાં આવી હતી. તેમ છતાં આ સ્કૂલે મંજૂરી લીધા વિના બાળકોને પ્રવાસે લઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખે આવી રહ્યું છે સંક્ટ! અરબ સાગર અને બંગાળની ખાડી ગુજરાતની 'પથારી' ફેરવી દેશે!


DEOના સર્ક્યુલરનો અનાદર કરતા અમદાવાદની આ શાળાને નોટિસ પાઠવવામાં આવી છે. વિદ્યાર્થી દીઠ શાળાને 10 હજારનો દંડ કેમ ન કરવો તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. પ્રવાસ બાદ કેટલાક વિદ્યાર્થીઓનું આરોગ્ય બગળ્યું હોવાનું પણ સામે આવ્યું છે. 


લોરેન્સ જેલમાં શું શું કરે છે? આવો જાણીએ અંદરની વાત, Zee પાસે એક્સકલ્યુઝિવ માહિતી


તમને જણાવી દઈએ કે હરણી દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા શાળાના કોઈ પ્રવાસના આયોજન પર રોક લગાવી દેવામાં આવી હતી એટલું જ નહીં શાળાઓના પ્રવાસ માટે એક એસઓપી બનાવવાની પણ વાત કરવામાં આવી હતી. જે એસઓપી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ સાથે જે શાળાઓએ પ્રવાસનું આયોજન કરવાનું હોય તેઓએ DEOની મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી હતી. તેમ છતાં અમદાવાદના મણિનગર વિસ્તારની સેવન્થ ડે સ્કૂલ દ્વારા ગત 29 સપ્ટેમ્બરના રોજ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.


વડોદરાવાસીઓ સાચવી લેજો! મોરબી જેવી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ, આ 12 બ્રિજ છે ક્ષતિ


સેવન્થ ડે સ્કૂલ દ્વારા ધો. 9થી 11ના  200 બાળકોને વોટરપાર્કમાં પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સ્કૂલ પ્રશાસને DEOની કોઈ મંજૂરી લીધી નથી, જેના કારણે સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. શાળાની આ બેદરકારી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. મંજૂરી નહીં લેવા બાબતે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળા સામે નોટિસ ફટકારી છે. મંજૂરી વગર પ્રવાસનું આયોજન કરનાર સેવનથ ડે સ્કુલ સામે  DEO પોલીસ  ફરિયાદ કરશે. સ્કૂલને વિદ્યાર્થી દીઠ 10 હજારનો દંડ થઈ શકે છે તે મુજબ 200 વિદ્યાર્થીઓને પ્રવાસે લઇ જવા બદલ 20 લાખનો દંડ થઇ શકે છે.