મહા વાવાઝોડાને કારણે અટકેલી મગફળી-ડાંગરની ટેકાના ભાવની ખરીદી આજથી શરૂ કરાશે
મહા વાવાઝોડાની મહા અસર ( Maha cyclone) ને પગલે રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી અને ડાંગરની ચાલી રહેલી ખરીદીને રોકવામાં આવી હતી. વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતાં ખરીદી બંધ રાખવાની સીએમ વિજય રૂપાણી (Vijay Rupani) એ 2 નવેમ્બરના રોજ જાહેરાત કરી હતી. જેના બાદ આજથી રાજ્ય (Gujarat Government) માં ટેકાના ભાવે મગફળી (Ground Nut) અને ડાંગરની ખરીદી શરૂ કરાઈ છે. 30 જાન્યુઆરી સુધી ગુજરાતના 145 સેન્ટર પર ખરીદી ચાલશે.
અમદાવાદ :મહા વાવાઝોડાની મહા અસર ( Maha cyclone) ને પગલે રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી અને ડાંગરની ચાલી રહેલી ખરીદીને રોકવામાં આવી હતી. વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતાં ખરીદી બંધ રાખવાની સીએમ વિજય રૂપાણી (Vijay Rupani) એ 2 નવેમ્બરના રોજ જાહેરાત કરી હતી. જેના બાદ આજથી રાજ્ય (Gujarat Government) માં ટેકાના ભાવે મગફળી (Ground Nut) અને ડાંગરની ખરીદી શરૂ કરાઈ છે. 30 જાન્યુઆરી સુધી ગુજરાતના 145 સેન્ટર પર ખરીદી ચાલશે.
નિત્યાનંદ આશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ વચ્ચેની સાંઠગાંઠનો થયો પર્દાફાશ, સ્કૂલે કરેલા દાવાની હવા નીકળી ગઈ
આજથી બીજા તબક્કામાં રૂપાણી સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી અને ડાંગરની ખરીદી કરશે. કમોસમી વરસાદ બાદ નવી શરૂઆત થશે. રાજ્ય સરકાર પ્રતિ મણે 1018 ભાવે ખરીદી કરશે. ટેકાના ભાવે મગફળીની ખરીદી અન્ન પુરવઠા વિભાગ કરશે. 30 જાન્યુઆરી સુધી મગફરીની ખરીદી કરવામાં આવશે. જેમાં ગુજરાતના 145 સેન્ટર ખાતે મગફળીની ખરીદી કરશે. સરકારનો દાવો છે કે ખરીદીનું પેમેન્ટ ખેડૂતોને સમયસર મળી જશે. ખેડૂતોને SMSથી પણ જાણકારી આપવામાં આવશે. APMC સેન્ટર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે. રજિસ્ટ્રેશન કરેલા ખેડૂતોને મોબાઈલ પર મેસેજ મળશે. ખેડૂતને આ મેસેજમાં તારીખ અને સેન્ટર આપવામાં આવશે. ખેડૂતોએ જે તે તારીખ અને
સેન્ટર પર જવાનુ રહેશે.
અમદાવાદ : મજૂરી કરાવીને બાળકોને રૂપિયા ઉઘરાવવાનો ટાર્ગેટ આપનાર સ્વામી નિત્યાનંદ સામે ગુનો નોંધાયો
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube