રક્ષિત પંડ્યા/રાજકોટ :સિંગતેલના ભાવમાં છેલ્લા બે મહિનાથી ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. લેટેસ્ટ અપડેટ મુજબ, રોજ ડબ્બે રૂપિયા 10નો ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટમાં આજે સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 10નો ઘટાડો જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર વર્ષે સાતમ આઠમના તહેવાર સમયે તેલના ભાવમાં વધારો જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તહેવાર સમયે તેલના ડબ્બામાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આજે રાજકોટની બજારમા સીંગતેલના ભાવ 15 કિલોના ડબ્બે 1900 રૂપિયા પર પહોંચી ગયો છે. 


છોટાઉદેપુરમાં એક જ રાતમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો, હેરણ નદી ગાંડીતૂર બની


આ વિશે સોમા (સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિયેશન)ના પ્રમુખ સમીર શાહે જણાવ્યું કે, સાતમ-આઠમના તહેવારને સિંગતેલના ભાવ સાથે કોઇ લેવા દેવા નથી. તહેવારોની કોઇ ખાસ અસરો નથી થતી, પરંતુ હાલમા માત્ર નાફેડ પાસે જ મગફળી જથ્થો છે અને જેમાં ઓછો જથ્થો હોવાને કારણે દર વષૅ ચોમાસામા સીંગતેલના ભાવમાં વધારો જોવા મળતો હોય છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :