છોટાઉદેપુરમાં એક જ રાતમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો, હેરણ નદી ગાંડીતૂર બની

રાજ્યમાં વધુ એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે આ બે દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આભ ફાટયું છે. એકજ રાતમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકી પડ્યો છે.

છોટાઉદેપુરમાં એક જ રાતમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો, હેરણ નદી ગાંડીતૂર બની

જમીલ પઠાણ/છોટાઉદેપુર :રાજ્યમાં વધુ એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે આ બે દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આભ ફાટયું છે. એકજ રાતમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકી પડ્યો છે.

એક જ રાતમાં 10 ઈંચ વરસાદથી છોટાઉદેપુર પાણી પાણી થઈ ગયું છે. સમગ્ર વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાવાથી હેરણ નદી ગાંડીતૂર બની ગઈ છે. હેરણ નદી કાંઠાના અનેક ગામોમાં હેરણના પાણી ઘૂસી આવ્યા છે. પાણી ઘૂસી જવાને કારણે અનેક ગામોની સ્થિતિ બગડી ગઈ છે. કોસિંન્દ્રા, ચિખોદ્રા, ખરેડા, બગલિયા, મોરાડુંગરી, ટીમ્બવા, ચલામલી, સાલપુરા, નવાગમ, રાજ બૉડેલી સહિત આ અનેક ગામોમાં પાણી ભરાયા છે. 

કોઝવે પાસે પોલીસ તૈનાત
છોટાઉદેપુરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. કવાંટમાં અનરાધાર વરસાદને કારણે અનેક સ્થળે પાણી ભરાઈ ગયા છે. સાથે જ ઉપરવાસમાં સારો વરસાદ વરસવાથી હેરણ નદી ગાંડીતૂર બની છે. નદી કાંઠાના અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે હેરણ નદી કાંઠાના આસપાસના ગામને જોડતા પુલને બંધ કરવામાં આવ્યો છે અને પુલની પાસે પોલીસકર્મીને તૈનાત રાખવામાં આવ્યા છે. જિલ્લાના અનેક કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને લોકોને પણ નદીની આસપાસ નહીં જવાનું સૂચન કરવામાં આવ્યું છે. કોઈ અણબનાવ બને નહીં તે માટે તંત્ર પણ એલર્ટ મોડ પર છે. 

40 પરિવારોને તંત્રએ બચાવ્યા
છોટાઉદેપુરના બોડેલીના કોસિન્દ્રામાં હેરણ નદીનાં પાણી ભરાઈ જતા 40 પરિવાર નિસહાય બન્યા છે. મધરાત્રે ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો પોતાનો જીવ બચાવી ઘરમાંથી નીકળી ગયા હતા. ત્યારે સ્થાનિકોની મદદે તંત્ર આવ્યું હતું અને તમામ લોકોને ગામની પ્રાથમિક શાળામાં આસરો આપવામાં આવ્યો. તે સાથે જ તેઓના ચા-નાસ્તા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી.

વડોદરામાં ફરી વરસાદની આગાહી
વડોદરામાં આજે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કલેક્ટર શાલિની અગ્રવાલે આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા શહેર અને જિલ્લાના તમામ અધિકારી કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપી દેવાઈ છે. તો બીજી તરફ, ભારે વરસાદ પડે તો ઘરમાંથી કામ વગર ન નીકળવાની પણ અપીલ કરી છે. ભારે વરસાદ વરસે તો નીચાણવાળા વિસ્તારો ખાલી કરી દેવા પણ અપીલ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં તાજેતરમાં જ પૂરની સ્થિતિ ઉદભવી હતી, ત્યારે હવે વડોદરામાં ફરીથી એ સ્થિતિ ન ઉદભવે તે માટે તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news