રવિ અગ્રવાલ, વડોદરા: શહેરના 21 વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચે જાહેર કર્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 15 દિવસ તપાસ કરીને આ વિગતો મેળવી છે. શહેર પોલીસનો કોરોનાના દર્દીઓની તપાસનો અહેવાલ જોઈ આરોગ્ય તંત્ર પગલા લેશે. નાગરવાડાનો પ્રથમ કેસ ફિરોઝખાન પઠાણ 16મી માર્ચે અમદાવાદ દાણીલીમડાથી ચેપ લઈને આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે નાગરવાડામાં બીજો કેસ સુરા જમાતમાં માનનારા મહંમદ હુસેન સાદનો હતો. જેના પિતા નાગરવાડા મરકઝમાં રોકાયા હતાં. ભાવનગરની જમાતની સેવામાં હતા. આજ રીતે આજવા રોડ, બહાર કોલોની, કારેલીબાગ, ગોરવા જુબેલીબાગ, ડભોઈરોડ, તાંદલજા દિવાળીપુરા ,નવાપુરા, નિઝામપુરા, ન્યાય મંદિર, ફતેપુરા ,મકરપુરા ,વાડી પાણીગેટ, રાવપુરા ,સમા,ગોત્રી કિશનવાડી, યાકુતપુરા, પ્રતાપ નગર વગેરે વિસ્તારોની તપાસ હાથ ધરાઈ. 15 દિવસમાં 21 વિસ્તાર માં ઝીરો ગ્રાઉન્ડ લેવલ પર  ક્રાઇમ બ્રાન્ચે કામગીરી હાથ ધરી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube