ભુજ : ગાંધીધામના કિડાણા ગામમાં લઘુમતી વિસ્તારમાંથી પસાર થરી રામ મંદિર નિધિની રથયાત્રા પર પથ્થરમારો થયા બાદ બે જુથ સામસામે આવી ગયા હતા. જેમાં એકનું શંકાસ્પદ મોત થયું હતું. જોત જોતામાંસ્થિતી બેકાબુ થતા વાહનો સળગ્યા હતા. ત્યારે આજે કિડાણા હનુમાન મંદિર ખાતે વીહીપ, મંદિરના મહંત અને અન્ય લોકો એકત્ર થયા હતા. જ્યારે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો હતો. પોલીસે આ મુદ્દે 3 ફરિયાદ નોંધીને 40 જેટલા લોકોની અટકાયત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: ગુજરાતમાં 7 મહિના બાદ કોરોનાનો આંકડો 500 ની નીચે, માત્ર 2 મોત


પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલના અનુસાર કિરાણા ગામે બનાવ બન્યો તેમાં 3 પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. તમામ સંવેદનશીલ સ્થળો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જિલ્લામાં શાંતિ છે. કોઇ પણ પ્રકારની અફવા પર ધ્યાન નહી આપવા પોલીસે અપીલ કરી છે. હાલ રાઉન્ડઅપની કામગીરી ચાલી રહી છે. 40 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. જેમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મજુરને તીક્ષ્ણ હથિયારથી ઇજા થવાને કારણે મોત નિપજ્યું હતું. આ બનાવથી 200-300 મીટર દુર બનાવ બન્યો હતો. તેમી તપાસ ચાલી રહી છે.


વિજય માલ્યા અને નીરવ મોદીને શરમાવે તેવું લોન કૌભાંડ, અનેક ખેડૂતો રાતા પાણીએ રોઇ રહ્યા છે ! 


તપાસના અંતે જવાબદારો અને અસામાજીક તત્વોને પકડી પાડવામાં આવશે. આરએસએસના પ્રાંત કાર્યવાહક મહેશ ઓઝાએ જણાવ્યું કે, રથયાત્રા પર પૂર્વ આયોજીત હુમલો કરાતા કાર્યકર્તા અને પોલીસ જવાનો ઘવાયા હતા. આજે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી માટે અમે પ્રયાસ કરી એસપી અને આઇજીને મળ્યા છીએ. પોલીસ ધરપકડો કરી રહી છે. રથયાત્રામાં હતા તેવા કાર્યકર્તાઓની સ્થળ પર અટકાયત કરવામાં આવી છે. તો આ નિર્દોષ લોકોને પોલીસે તત્કાલ છોડવા જોઇએ. વાહનો પણ છોડી મુકવા માંગ કરાઇ છે. એસપી અને આઇજીને નુકસાન ન થયું હોય તેવા વાહનો પરત કરવા જણાવ્યું છે. 


નર્ક જેવી સ્થિતીમાં યુવતીને પરિવારે ગોંધી રાખી, સામાજિક સંસ્થા પહોંચી તો જે સામે આવ્યું તે કાચા પોચા લોકો વાંચી થથરી જશે


મંદિરે વિહીપના પ્રદેશ મંત્રી અશોક રાવલ, પ્રાંત સહકાર્યવાહક મહેશ ઓઝા, વિભાગ કાર્યવાહક જયંતિ નાથાણી, સહ વિભાગ કાર્યવાહક ત્રિકમ છાંગા, પંચમુખી મંદિરના મહંત પ્રકાશ મહારાજ, વિભાગ બૌદ્ધિક પ્રમુખ નારણ ડાંગર, કથાકાર ધનેશ્વર મહારાજ સહિતના લોકો હાજર હતો. રવિવારે સાંજે 06.30 વાગ્યાના અરસામાં કિડાણા નામના લઘુમતી વિસ્તારમાંથી પસાર થતી રથયાત્રા પર પથ્થર, બોટલો ફેંકાઇ હતી. જેના પગલે રથયાત્રામાં રહેલા યુવાનો ઘાયલ થયા હતા. જેમાં રથને પણ નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ સ્થિતી નિરંકુશ રહ્યો હતો. પથ્થરમારો અને સુત્રોચ્ચાર સાથેા બે જુથો વચ્ચે અથડામણ થઇ હતી. દરમિયાન રિક્ષા, બાઇક અને ટ્રેકટર જેવા વાહનોની આગચંપી કરાઇ હતી. 


મતદાન કેન્દ્રની જેમ જ નજીકની શાળામાં અપાશે વેક્સિન, AMC દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી


જૂથ અથડામણની ઘટનાને ગંભીર થતી જોઇ પુર્વ કચ્છ પોલીસે તમામ આસપાસનાં વિસ્તારોની પોલીસ કિડાણામાં ખડકી દીધી હતી. દરમિયાન ઉગ્ર બનેલા ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે 9 ટીયર ગેસના શેલ છોડ્યા હતા. રાત્રે એસપી સ્થળ પર પહોંચ્યા બાદ આજી વજ્ર સાથે સ્થલ પર પહોંચ્યા હતા. મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ કિડાણાની ઘટના અંગે મુસ્લિમો જોગ અપીલ કરતા જણાવ્યું કે, હાલ સ્થિતી સંપુર્ણ શાંત છે. પોલીસ બંદોબસ્ત છે જેથી કોઇ પક્ષે ખોટી અફવાઓથી ફેલાવવી નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube