ઝી બ્યુરો/જેતપુર:  ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર-ઠેર દેશી અને વિદેશી દારૂ પીવાતો તેમજ વેચાતો મળે છે. જેમાં પણ લગ્નપ્રસંગે દારૂ પીવાની અને પીવરાવવાની તો ફેશન બની ચુકી છે. ત્યારે જય વેલનાથ સમિતિ દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં દારૂ પિયને આવનારને 500 થી 5000 હજાર રૂપિયાનો દંડ તેમજ વર અને કન્યા પક્ષના કોઈ હશે તેને કરિયાવર પણ આપવામાં આવશે નહિ તેવા લખાણવાળી કંકોત્રી છપાવી નશામુક્તિ માટે આવકારદાયક પગલું ભરતો ઠાકોર સમાજ ઠાકોર સમાજ દારૂના દુષણ સામે વ્યસન મુક્તિ માટે જુદાજુદા કાર્યક્રમો કરી રહ્યો છે. અને તેમાં સફળતા પણ મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધૂળેટીના તહેવારને લઈને કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું,આ સ્થળો સવારથી સાંજ સુધી બંધ


પરંતુ હજુ કેટલાક યુવાનો નશો કરી પોતાનું યુવાની તો બરબાદ કરી જ રહ્યો હોય છે. પરંતુ સાથે પરીવારને બરબાદી તરફ ધકલતો હોય છે. માટે જેતપુરના ઠાકોર સમાજ દ્વારા આગામી 12 તારીખ અને રવિવારના રોજ યોજાનાર સમૂહ લગ્નમાં કંકોત્રી છપાવી તેમાં જ લખ્યું નાખ્યું છે કે, દારૂ પિયને લગ્નમાં આવનારને 500 થી 5000 હજાર રૂપિયાનો દંડ તેમજ વર અને કન્યા પક્ષના કોઈ દારૂ પીધેલ હશે તો તેને પાંચ હજાર રૂપિયાનો દંડ તેમજ કરિયાવર પણ આપવામાં આવશે નહિ, આવું પગલું ભરવાનું કારણ પરીવાર, સમાજ અને ગામને વ્યસન મુક્ત બનાવવાનું હોવાનું ઠાકોર સેનાના રાજકોટ જિલ્લા પ્રમુખ હિતેશ ઠાકોરે જણાવ્યું હતું.


અંબાલાલ પટેલની હોળી બાદ પહેલી ખરાબ આગાહી; માર્ચ, એપ્રિલ અને મેં મહિનો કેમ છે ભારે?


એક નવતર લગ્ન કંકોતરી ચર્ચાનો વિષય બની
લગ્નના સમયે નોટો ઉડાડવી, ફાયરિંગ કરવા , દારૂ પીને નાચવાના દૂષણોએ માઝા મૂકી દીધી છે. અને વારંવાર આ પ્રકારના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તો ક્યાક નવતર પહેલા પણ આવકાર્ય બની રહી છે. હાલમાં એક નવતર લગ્ન કંકોતરી ચર્ચાનો વિષય બની હતી. ખાસ તો લગ્ન પ્રસંગોમાં દારૂનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે.