અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 12 ઉચ્ચત્તર પ્રમાણપત્ર પરીક્ષાનું ગુરૂવારે પરિણામ જાહેર કરાયું છે. જે સરેરાશ 55.55 ટકા નોંધાયું છે. જોકે આ પરિણામના આંકડા ચકાસતાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે એ-1 ગ્રેડની સંખ્યામાં નોંધાપાત્ર વધારો થયો છે. તો બીજી તરફ માત્ર સામાન્ય પ્રવાહના જ વિદ્યાર્થીઓએ આ સિધ્ધિ મેળવી છે જ્યારે ઉત્તર બુનિયાદી અને વ્યવસાયલક્ષી પ્રવાહમાં એક પણ વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં સ્થાન પામી શક્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા કેન્દ્રનું કેટલું પરિણામ આવ્યું? જાણો


ગ્રેડના પરિણામની વાત કરીએ તો આ વર્ષે વિદ્યાર્થીઓના વ્યક્તિગત પરિણામમાં સુધાર થયો છે. એ-1 ગ્રેડમાં બમણા જેટલો સુધારો થયો છે. એ-1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા ગત વર્ષે 257 હતી જે આ વર્ષે 451 થઇ છે. એ-2 ગ્રેડમાં પણ વધારો થયો છે. ગત વર્ષે એ-2 ગ્રેડમાં 7,054 વિદ્યાર્થીઓ હતા જે આ વર્ષે 8,245 વિદ્યાર્થીઓએ આ સિધ્ધિ મેળવી છે.



ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સરેરાશ પરિણામ જાણો


માર્ચ 2018 માં લેવાયેલ ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ઉચ્ચત્તર ઉત્તરબુનિયાદી પ્રવાહનું ગુરૂવારે પરિણામ જાહેર કરાયું છે. રાજ્યનું સરેરાશ પરિણામ 55.55 ટકા નોંધાયું છે. ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2018માં રાજ્યના 505 કેન્દ્રો પેટા કેન્દ્રો ઉપર સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહના કુલ 4,67,100 (પૃથ્થક સાથે 4,74,507) પરીક્ષાર્થી નોંધાયા હતા. તે પૈકી 2,55,414 (પૃથ્થક સાથે 2,60,263) પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થતાં ઉપસ્થિત ઉમેદવારોની સાપેક્ષમાં પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની ટકાવારી 55.55 % થાય છે. 


CBSE Result 2018 : ગાઝિયાબાદની મેઘના બની ટોપર


ધોરણ 12 ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાનું સરેરાશ પરિણામ 55.55 ટકા નોંધાયું છે. જેમાં સૌથી ઉંચુ પરિણામ ઉત્તર બુનિયાદી પ્રવાહનું 61.27 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ વ્યવસાયલક્ષી પ્રવાહનું 52.29 ટકા આવ્યું છે. જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 55.52 ટકા નોંધાયું છે. 


જે ગત વર્ષના સરેરાશ 56.82 ટકાની સરખામણીએ 1.27 ટકા ઓછું છે. ગત વર્ષના પરિણામની સરખામણીએ વાત કરીએ તો આ વર્ષે શાળાઓના એકંદરી પરિણામમાં થોડો સુધારો જોવા મળ્યો છે. ગત વર્ષે 10 ટકા કરતાં ઓછા પરિણામવાળી શાળાઓની સંખ્યા 127 હતી જે આ વર્ષે ઘટીને 76 થઇ છે. જોકે એક વિષયમાં નાપાસ થનારની સંખ્યામાં વધારો થયો છે. એક વિષયમાં પરિણામ સુધારણાની જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે એક વિષયમાં સુધારણાવાળા 58,961 વિદ્યાર્થી હતા જે આ વખતે વધીને 88,207 થઇ છે.