• GUJARAT : ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર, જાણો ક્યારે અને ક્યાંથી મળશે પરિણામ


ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પરિણામ અંગેની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. પરીક્ષા બાદ વાલી અને વિદ્યાર્થીઓ તમામ લોકો રાહ જઇ રહ્યા છે પરિણામોની ત્યારે Zee 24 Kalak તમારા માટે સૌથી મોટા સમાચાર લઇને આવ્યું છે. ધોરણ 10 બોર્ડની પરિક્ષાનું પરિણામ 6 જૂને જાહેર કરવામાં આવશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. બંન્ને પરિણામો નિયત તારીખે સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ પર જોઇ શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, હવે ઉનાળુ વેકેશન પણ પુર્ણતાના આરે છે તેવામાં પરિણામોની વાલી તથા વિદ્યાર્થીઓ આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા છે. ગુજરાત બોર્ડના ધોરણ 10ની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રીલ વચ્ચે થઇ હતી. ત્યારે હવે વિદ્યાર્થીઓને બસ પરિણામોની જ રાહ છે. ત્યાર બાદ આગળના એડમિશનની પ્રક્રિયા પણ આગળ વધવાની છે. હાલ તો પરિણામના કારણે તમામ પ્રક્રિયાઓ અટકેલી છે. તેના કારણે વાલીઓ લાંબા સમયથી પરિણામની રાહ જોઇ રહ્યા હતા. 


જો કે ZEE 24 Kalak અગાઉ જ કહી ચુક્યું હતું કે, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જૂન મહિનાના પ્રથમ અઠવાડીયામાં પરિણામ જાહેર કરી શકે છે. આ વાત સાચી પણ પડી છે. જુન મહિનાના પ્રથમ અઠવાડીયામાં જ પરિણામની જાહેરાત કરી દેવામાં આવી છે. હાલ તો પરિક્ષાના પરિણામોની તારીખ જાહેર થતા વાલીઓમાં હાશકારો જ્યારે વિદ્યાર્થીઓના મનમાં ઉચાટ જોવા મળી રહ્યો છે.