GSEB SSC 10th Result 2024 Date Announced : ગઈકાલે ગુજરાતભરમાં ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતુ. સાથે જ ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયુ છે. ત્યારે હવે ધોરણ-10ના વિદ્યાર્થીઓને આશા જાગી છે કે, હવે તેમનું પરિણામ ક્યારે મળશે. ત્યારે ત્યારે હવે બોર્ડ દ્વારા ધોરણ-10 ના પરિણામની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પરિણામની જાહેરાત કરી કે,ધોરણ 10નું નું પરિણામ 11 તારીખે જાહેર થશે. તારીખ 11 મીના રોજ સવારે આઠ વાગે ધોરણ 10 નું પરિણામ જાહેર થશે. એટલે કે, ધોરણ-10ના પરિણામ માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિઝલ્ટ કેવી રીતે ચકાસી શકાય...
ગુજરાત બોર્ડનું પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ www.gseb.org ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે. 


મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 10 જિલ્લામાં વરસાદની વરસાદ


પરિણામ 2024 કેવી રીતે તપાસવું
સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જાઓ
વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
હવે GSEB પરિણામ 2024 લિંક પર ક્લિક કરો
હોલ ટિકિટ પર સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરી શકાશે.
હવે GSEBની માર્કશીટ તમારી સામે હશે
માર્કશીટ ડાઉનલોડ કરી શકો છો.


ગુજરાતમાં સરકારી નોકરીની નવી ઓફર, હાઈકોર્ટમાં થવાની છે મોટી ભરતી, અરજી પ્રક્રિયા શરૂ


SMS દ્વારા કેવી રીતે રિઝલ્ટ ચેક કરવું
સૌપ્રથમ મેસેન્ઝિંગ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઓપન કરો
નવો SMS ટાઈપ કરો અને સીટ નંબર લખો, ઉદાહરણ તરીકે SSC 123456  
હવે ગુજરાત બોર્ડ દ્વારા SMS દ્વારા આપેલ નંબર 56263 દાખલ કરો
SMS મોકલો, હવે ગુજરાત બોર્ડ દ્વારા તમને જવાબ મળે તેની રાહ જુઓ


ઉર્વશી રૌતેલા કરતા પણ બલાની સુંદર છે રિષભ પંતની નવી ગર્લફ્રેન્ડ


Check by Whatsapp
ફોનમાં આ whatsapp નંબર 6357300971 સેવ કરી દો 
“Hi” કરીને મેસેજ આ નંબર પર મોકલવાનો રહેશે તમારી સામે ચેટ પ્રક્રિયા શરૂ થશે 
“Hi” મેસેજ કર્યા બાદ સામેથી જવાબ આપશે કે તમારો સીટ નંબર જણાવો.
ત્યારે તમારો રોલ નંબર અથવા સીટ નંબર જણાવવાનો રહેશે
તમારા રિઝલ્ટ ની વિગતો તમને whatsapp મેસેજના માધ્યમથી મિનિટોમાં મળી જશે


કોણ છે કીમનો કટપ્પા, જેના મોતથી કબર પર પોક મૂકીને રડ્યો તાનાશાહ


પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓના રિઝલ્ટ (HSC Result 2024 Date), પ્રમાણપત્રો અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, ઓફિસ ચકાસણી, નામ સુધાર, ગુણ તૂટ, અસ્વીકાર અને પરીક્ષામાં ફેરહાજરી થવા માટેની જરુરી સૂચનાઓ સાથેનો પરિપત્ર, હવે પછીથી જાહેર કરવામાં આવશે. તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.


ખાણીપીણીની શોખીનો માટે મોટો ઝટકો : ડુંગળી-બટાકા, ટામેટાના ભાવ વધતા મોંઘી થઈ વેજ-થાળી