કોણ છે કીમનો કટપ્પા, જેના મોતથી કબર પર પોક મૂકીને રડ્યો તાનાશાહ

North Korea News: અત્યાર સુધી કિમ જોંગ ઉનની મિસાઈલ લોન્ચ કરતી ખબરો આવતી હતી, અથવા તો તેઓ ખુશી મનાવતા દેખાતા હતા, પરંતું પહેલીવાર આ તાનાશાહ પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે, એવું તો શું થયું છે જાણીએ 

કોણ છે કીમનો કટપ્પા, જેના મોતથી કબર પર પોક મૂકીને રડ્યો તાનાશાહ

Kim Jong Un Mourns : જ્યારે તમારી કોઈ નજીકની વ્યક્તિ દુનિયા છોડીને જતી રહી તો સામાન્ય નાગરિક હોય કે પછી તાનાશાહ, દરેકનું દુખ એક જેવું જ હોય છે. ગમતી વ્યક્તિના ગુમાવવા પર માણસ લાચાર બની જાય છે. આવુ જ કંઈક ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે થયું છે. ત્રણ પેઢીઓથી નોર્થ કોરિયાના રાજવંશના સલાહકાર રહેલા અને કિમ જોંગ ઉનના કટપ્પાનું મોત થયું. 94 વર્ષીય સલાહકાર કિમ કી નામના મોતથી ઉત્તર કોરિયામાં શોક મનાવાઈ રહ્યો છે. 

ઉત્તર કોરિયાની સ્થાપના બાદથી ત્યાંનો કબજો રાજવંશના શાસક કિમ જોંગ ઉન છે. લોકો તેમની સામે ઘૂંટણ ટેકે છે. નોર્થ કોરિયાના ઈતિહાસમાં આવુ પહેલીવાર થયુ છે, જેમાં કિમ જોંગ ઉન શોક મનાવતા જોવા મળ્યા છે. આ જોઈને આખી દુનિયા દંગ રહી ગઈ છે. 

કિમ જોંગ ઉને માથુ ઝૂકવીને પોતાના સેનાપતિ કિમ કી નામને અલવિદા કર્યાં છે. તેઓએ દુખી હૃદયે તેમના કબર પર હાથ મૂક્યા હતા. આ સમયે તાનાશાહ પણ લાગણીઓમાં વહી ગયો હતો. તેઓ પોતાની લાગણી પર કાબૂ કરી શક્યો ન હતો. ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડરને પહેલા ક્યારેય આ હાલતમાં જોવાયા નથી. કહેવાય છે કે, તેમના ખાસ સલાહકારના અંતિમ સંસ્કાર સમયે તૈયારીઓમાં લોકોની ધક્કા-મુક્કી થઈ હતી, જેથી પરિસ્થિતિ વણસી હતી. જ્યારે કે, કિમ જોંગ પોતાના ગુરુને આખરી વિદાય આપતા સમયે કાબૂ બહાર જતા રહ્યા હતા.  

kim_jong_un_zee.jpg

કોણ કતા કિમના કટપ્પા
કિમના વૃદ્ધ સેનાપતિ કિમ કી નામનું મોત 94 વર્ષની ઉંમરમાં મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે થયું છે. વર્ષ 2011 માં કિમ જોંગના પિતાનું મોત થયું હતું, ત્યારે આ સેનાપતિ કિમ જોંગની સાથે હાજર એ 7 લોકોમાંથી એક હતા, જેઓ રાજવંશ સાથે ઉભા હતા. આ કટપ્પાએ કિમ ખાનદાનની ત્રણ પેઢીઓથી રક્ષા કરી હતી. આ પહેલા તેઓ કિમ જોંગના પિતા અને દાદા સાથે પણ કામ કરી ચૂક્યા હતા. 

કહેવાય છે કે, નોર્થ કોરિયામાં બહુ ઓછા લોકો કિમ પરિવાર સાથે લાંબા સમય સુધી ઉભા રહ્યાં છે. કારણ કે, જરા પણ શંકા હોય તો કિમ જોંગ તેમના નજીકના અધિકારીઓને પણ મરાવી દે છે. આવામાં કિમ જોંગને દુખી જોઈને અને માતમ મનાવતા જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. 

શોકમાં ડૂબ્યુ નોર્થ કોરિયા 
સલાહકારના નિધન પર નોર્થ કોરિયામાં શોકનો માહોલ છવાયો છે. પોતાના જૂના લીડરને ગુમાવવા કિમ જોંગ માટે મોટી ખોટ છે. સાથે જ નોર્થ કોરિયાએ પોતાના જૂનામાં જૂના સેનાપતિને ગુમાવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news