અતુલ તિવારી, અમદાવાદ: ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)નું ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ પર જાહેર થયું. બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી વિદ્યાર્થીઓ પરિણામ જાણી શકાય છે. કુલ 1,43,278 પરીક્ષાર્થીઓ, જેમાંથી 1,42,117 ઉપસ્થિતિ રહ્યાં હતાં. જેમાં વર્ષ 2019-20ન નિયમિત વિદ્યાર્થીઓ 1,16,643 નોંધાયેલા હતાં. જે પૈકી 1,16,494 પરીક્ષાર્થીઓ ઉપસ્થિતિ હતાં. આ પૈકી  83,111 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર છે. કુલ પરિણામ 71.34 ટકા જેમાંથી  71.69 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા તો 70.85 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ ગત વર્ષે 71.90 ટકા પરિણામ આવેલુ હતું. A ગ્રુપ એટલે ગણિત સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ 76.62 ટકા અને B ગ્રુપ એટલે બાયોલોજી સાથે ભણતા વિદ્યાર્થીઓનું પરિણામ 68.21 ટકા જ્યારે A અને B બંને ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 25 હતી જેમાંથી 17 વિદ્યાર્થી પાસ કુલ પરિણામ 68 ટકા આવ્યું. ગત વર્ષ કરતા આ વર્ષ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 0.56 ટકા ઘટાડો નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, આ રીતે જોઈ શકશો રિઝલ્ટ


આજે માત્ર પરિણામ જાણી શકાશે, માર્કશીટ માટે જોવી પડશે રાહ
આજે વિદ્યાર્થીઓ માત્ર પરિણામની પ્રિન્ટ મેળવી શકશે, હાલ માર્કશીટ કે પ્રમાણપત્રની હાર્ડકોપી મેળવવા વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે. વિદ્યાર્થીઓની માર્કશીટ અને પ્રમાણપત્ર આપવા અંગેની તારીખ આગામી દિવસોમાં જાહેર કરાશેમાર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 1.30 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 100% પરિણામ ધરાવતી 36 શાળાઓ આ વર્ષે જોવા મળી. 


સૌથી વધુ પરિણામ ધ્રોલનું 91.42 ટકા
ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ જાહેર થયું તેમાં સૌથી વધુ જે કેન્દ્રનું પરિણામ આવ્યું છે તે ધ્રોલનું છે જ્યાં 91.42 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 23.02 ટકા છે. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 84.69 ટકા અને સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું 32.64 ટકા આવ્યું છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube