ભાવનગરવાસીઓ માટે મોટી ખુશખબરી! ઓક્ટોબરના આ દિવસોમાં દોડાવાશે એકસ્ટ્રા એસટી બસ
Latest GSRTC news : ભાવનગર વિભાગ દિવાળીના તહેવારોમાં તા. ૨૭ થી ૨૯ ઓકટોબર સુધી ૧૩૫ એકસ્ટ્રા બસો દોડાવશે
Diwali 2024 : આગામી દીવાળીના તહેવારો દરમ્યાન લોકો પોતાના વતન તરફ પ્રવાસ કરતાં હોય મહતમ પ્રજાને જાહેર પરિવહનનો લાભ મળી રહે તે હેતુથી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દ્વારા તા.૨૭.૧૦.૨૦૨૪ થી તા.૨૯.૧૦.૨૦૨૪ સુધી વિભાગના તમામ ૮ (આઠ) ડેપો ખાતેથી એકસ્ટ્રા બસોનું આયોજન કરવામા આવેલ છે.
ભાવનગર/બોટાદ જીલ્લાના મહતમ રત્ન કલાકારો સુરત તથા આસપાસના વિસ્તારમાં સ્થાયી થયેલ હોઈ તેઓને વતન પરત લાવવા ભાવનગર વિભાગ દ્વારા તા.૨૬.૧૦.૨૦૨૪ થી તા.૨૯.૧૦.૨૦૨૪ સુધી કુલ ૧૩૫ બસો સુરત મોકલવામા આવશે.
જેમાં તા.૨૭.૧૦.૨૦૨૪ ના રોજ ૫૦ એકસ્ટ્રા બસ, તા.૨૮.૧૦.૨૦૨૪ ના રોજ ૬૦ એકસ્ટ્રા બસ, તા.૨૯.૧૦.૨૦૨૪ ના રોજ ૨૫ એકસ્ટ્રા બસ દોડાવવામાં આવશે. આ બસોનો લાભ આવતાં જતાં બન્ને તરફ એસ. ટી. બસનો લાભ જાહેર જનતાને મળી શકે તે હેતુથી આ બસોને ટ્રાફીકની માંગ ધ્યાને લઈ પ્રથમ દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, વડતાલ, અમદાવાદ તરફ સંચાલન કરવામા આવશે જેનું ઓનલાઈન બુકીંગ પણ થશે. આયોજન મુજબ ભાવનગર, તળાજા,તેમજ મહુવા ડેપો દવારા બસો દાહોદ મુકામે સંચાલન થયા બાદ સુરત જશે. બરવાળા તેમજ ડેપોના વાહનો અમદાવાદ/વડોદરા મુકામે સંચાલન થયા બાદ સુરત જશે.
જાપાન, ચીન, અમેરિકાને ટક્કર આપશે ગુજરાતનું આ ટચૂકડું શહેર, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું
વધુમાં જો કોઈ સમુહ/ગ્રુપના ૫૦ જેટલા મુસાફરો એક સાથે બુકીંગ કરાવવા ઈચ્છે તો તેઓના વિસ્તાર, ફળીયા, શેરીમાં બસો ની ફાળવણી કરવામા આવશે. મુસાફરોની માંગ તેમજ ધસારાને ધ્યાને લઈ હેડ કવાર્ટર ડેપો ખાતે ૫(પાંચ) બસો તથા અન્ય ડેપો ખાતે ર બસ સ્ટેન્ડબાય રાખવામા આવશે તેમાં વિભાગીય નિયામકશ્રી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલેખ્ખનીય છે કે, રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશ અને તેમાં પણ ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓના રત્નકલાકારો સુરતમાં નોકરી/વ્યવસાય અર્થે સ્થાયી થયેલ છે, કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નિગમના સુરત વિભાગ દ્વારા તા.૨૬ થી તા.૩૦ ઓક્ટોબર ૨૦૨૪ દરમ્યાન સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો, પંચમહાલ, ઉત્તર ગુજરાત તથા મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે સુરત ખાતેથી વધારાની ૨૨૦૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. નિગમના અન્ય વિભાગો દ્વારા પણ દિવાળીના સમયગાળા દરમ્યાન એકસ્ટ્રા સેવાઓનું રાજ્યના વિવિધ રૂટ ઉપર સંચાલન હાથ ધરવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.
મુકેશ અંબાણીએ એમ જ નથી કર્યા પ્લાન સસ્તા, 1 કરોડ લોકોએ Jio છોડ્યું, જાણો કારણ