ગુજરાતના 10 લાખ મુસાફરોના ખિસ્સા થશે ખાલી, બસના ભાડામાં તોતિંગ વધારો
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 10 વર્ષ બાદ બસના ભાડામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને દરરોજ મુસાફરી કરતા 10થી વધુ મુસાફરોના ખિસ્સા પર ભાર પડશે. આ વધારો રૂપિયા 1થી માંડીને 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે.
GSRTC Bus fare Hike: ગુજરાતને ઝટકો લાગે એવા સમાચાર આવ્યા છે. સરકારે 10 વર્ષ બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોના ખિસ્સાં ખાલી થાય તેવી પૂરી સંભાવના છે. સરકાર બચાવ કરી રહી છે કે વર્ષ ૨૦૧૪ બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે. જેને પગલે ગુજરાતમાં પણ બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. સરકારે નવા દરો પણ જાહેર કર્યા છે.
આગામી દિવસોમાં બસમાં મુસાફરી કરો તો વધારે ટિકિટના પૈસા ચૂકવવાની તૈયારી રાખજો. નિગમની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે જેઓને રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે. લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસાની બદલે 80 પૈસા કરવામાં આવ્યા છે. એક્સપ્રેસ બસમાં 68 પૈસાના બદલે 85 પૈસા કરવામાં આવ્યા છે. નોનએસી અને સ્લિપર કોચમાં 62 પૈસાથી વધારીને 77 પૈસા કરવામાં આવ્યા છે.
Maruti Swift નું નવું મોડલ 1 લીટરમાં આપશે 40Kmpl ની માઇલેજ, લુક જોશો તો ફિદા થઇ જશો
Credit Card થી ભરવું છે બિલ? આ ફાયદા-નુકસાન વિશે પહેલાં જાણી લો
ITR ફાઇલિંગ પર ટ્રેંડ શરૂ થયો 'Extend ITR Deadline', સરકારે કરી મોટી જાહેરાત
How To Become Rich: કરોડપતિ બનવા માટે કરવું પડશે આ કામ, તેના વિના નહે બની શકો ધનવાન
Janmashtami: જન્માષ્ટમીની રાત્રે કરો આ જાદુઇ ટોટકા, ધન-સંપત્તિથી ભરેલી રહેશે તિજોરી
GSRTC બસના ભાડામાં તોતિંગ વધારો
આવતીકાલથી મુસાફરોએ એસ ટી બસમાં મુસાફરી માટે વધુ ભાડું ચૂકવવું પડશે
2014 બાદ ભાડામાં વધારો ન કરાતા હવે હવે ભાડા વધારો લાગુ કરવામાં આવ્યો
એસટી બસના ભાડામાં 25 ટકાનો વધારો કરાયો
10 વર્ષ બાદ ગુજરાત સરકારે એસટી બસનું ભાડું વધાર્યું
લોકલ બસમાં પ્રતિ કિ.મી. 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરાયા
એક્સપ્રેસ બસમાં 68 પૈસાના 85 પૈસા કરાયા
નોન એસી સ્વીપર કોચના 62 પૈસાના 77 પૈસા કરાયા
નવીન વાહનો સેવામાં મુકવામાં આવશે
- ગુજરાતની મુસાફર જનતાને વધુમાં વધુ પરિવહન સુવિધાઓ મળી રહે તે માટે આ સમયગાળામાં ૭૦૦ જેટલા નવીન શિડ્યુલો સંચાલનમાં મુકવામાં આવશે.
- આ નવીન શીડ્યુલ થકી વધુમાં વધુ ટ્રીપોનો ગ્રામીણ મુસાફરો, વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના મુસાફરોને
લાભ મળવા પામશે.
નવીન ભરતીનું આયોજન
- નિગમ દ્વારા 2784 ડ્રાઈવર, 2034 કંડકટર, 2420 મિકેનિક અને 1603 ક્લાર્ક એમ મળી કુલ 8841 કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન છે.
- જેના થકી વધુ શીડ્યુલ સંચાલિત થતા મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધા આપવાનું આયોજન છે.
દારૂથી પણ વધુ નશો કરે છે લાલ મધ, દુનિયાભરમાં ખૂબ છે ડિમાન્ડ, ફક્ત અહીં મળે છે
દુનિયાના આ દેશમાં મફતમાં કરી છો અભ્યાસ, તમે પણ પેક કરી દો બોરિયા-બિસ્તરા!
Web Series: આ 10 વેબસિરિઝ નથી જોઇ તો તમારી યુવાની છે નકામી, બોલ્ડનેસના મામલે પડાવે છે બૂમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube