Ahmedabad News : અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટ કનેક્ટિવિટી વધુ હોવાથી સૌરાષ્ટ્રના લોકોને અહી સુધી આવવું પડે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી જોડતી બસ સેવાનો પ્રારંભ કરાયો છે. હવે મુસાફરોને રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધી ખાનગી બસોમાં વધુ રૂપિયા ચૂકવવા નહિ પડે, અમદાવાદ ગુજરાતમાં એરપોર્ટથી રાજકોટ સુધીની બસ ટ્રાન્સપોર્ટશનની કનેક્ટિવિટી શરૂ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ એરપોર્ટને GSRTC સાથે જોડવાનો પ્રથમ પ્રયાસ કરાયો છે. અમદાવાદ એરપોર્ટથી હવે રાજકોટ સુધીની વોલ્વો બસની કનેક્ટિવિટી મળી શકશે. GSRTC  દ્વારા અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની મુસાફરી માટે વોલ્વો બસ સુવિધા શરૂ કરાઈ છે. આ બસ સુવિધાનો પ્રારંભ 5 ફેબ્રુઆરીથી થશે. મુસાફરો 553 રૂપિયા ભાડુ ચૂકવીને અમદાવાદ એરપોર્ટથી નીકળીને સીધા રાજકોટ પહોંચી શકશે. 


ગુજરાતના વેપારીનું કારસ્તાન : મોદી-યોગીનું મંદિર બનાવવા આ હતુું મોટું કારણ


જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવ્યું કે, સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરાયો છે, જેના ભાગરૂપે નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યું છે. નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેજ રીતે સૌરાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધા સભર બસ કનેક્ટિવિટી મળી રહે તે હેતુસર તારીખ 5 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જવા-આવવા માટે વોલ્વો એ.સી.સીટર બસનો શુભારંભ કરાયો છે.


બજેટમાં IES અધિકારીનો હોય છે મોટો રોલ : જાણો કેમ મળે છે નોકરી અને શું છે પ્રોસેસ


  • અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જવા સવારે 6.00 કલાકે

  • રાજકોટથી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ આવવા સાંજે 17.00 કલાકે

  • અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ખાસ પોટા કેબીન દ્વારા બસ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાંથી બસનું એરાઈવલ તથા ડિપાર્ચર થશે.

  • બસ અમદાવાદ એરપોર્ટ વાયા-નરોડા, ગીતામંદિર, નહેરુનગર, લીમડી, ચોટીલા હાઇવેથી જશે.

  • રૂટનું ભાડું 553 રહેશે.

  • નિગમ દ્વારા ભવિષ્યમાં પણ આ રૂટ ઉપર વધુ બસ સુવિધાઓ પુરી પડવાનું આયોજન છે.


આ રૂટમાં મુસાફરોને ઘરબેઠાં નિગમની વેબસાઈટ www.gsrtc in ઉપર તેમજ મોબાઈલ એપ Google Play Store માં GSRTC Official Download બુકિંગનો પણ લાભ મળી શકશે. 


મોદી સરકારે તોડી બજેટની 92 વર્ષ જૂની પરંપરા, શું તમને ખબર પડી?