ગુજરાતના વેપારીનું મોટું કારસ્તાન : ગેરકાયદેસર બાંધકામ તૂટે નહિ એટલે મોદી-યોગીનું મંદિર બાંધી નાંખ્યું

PM Modi Temple : અંકલેશ્વરના વેપારીએ પોતાના ઘરની છત પર પીએમ મોદી અને યોગી આદિત્ય નાથનું મંદિર બનાવ્યું હતુ... પરંતું તેની હકીકત કંઈક અલગ જ નીકળી

ગુજરાતના વેપારીનું મોટું કારસ્તાન : ગેરકાયદેસર બાંધકામ તૂટે નહિ એટલે મોદી-યોગીનું મંદિર બાંધી નાંખ્યું

Bharuch News : હાલમાં એક સમાચાર આવ્યા હતા કે, અંકલેશ્વરમાં પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમાનું મંદિરમાં સ્થાપના કરી રક્ષક બનાવ્યા છે. અંકલેશ્વરના એક પરિવારે ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિમા મૂકી છે, અને તેમની પૂજા કરે છે. પરંતું આ મંદિર ઉભુ કરવા પાછળનું વેપારીનું મોટું કારસ્તાન સામે આવ્યું છે. ગેરકાયદેસર બાંધકામ તોડવાથી રોકવા માટે વેપારીએ પોતાના ઘરની ઉપર મંદિર બનાવ્યુ હોવાનો ખુલાસો થયો છે. વેપારી પર આરોપ છે કે, ગેરકાયદેસર બાંધકામને તૂટતા રોકવા તેણે આવુ કર્યું. 

અંકલેશ્વરના વેપારી મોહનલાલ ગુપ્તાએ રાજપીપળા ચોકડી નજીક કૃષ્ણકુંજ સોસાયટીમાં અનોખુ મંદિર સ્થાનિક રામ ભક્તો દ્વારા ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ મંદિરમાં પી.એમ મોદી અને યુપીના મુખ્યમંત્રીની પ્રતિમા સ્થાપિત કરી હતી. ભંગારના વેપારીએ ગેરકાયદેસર રીતે પોતાના ઘરમાં વધારાનો માળ બનાવ્યો હતો. હવે તેના પર આરોપ છે કે, આ વધારાનો માળ ગેરકાયદેસર છે. આ મુદ્દે સોસાયટીમાં રહેવાસી મનસુખ રખસિયાએ મોહનલાલ સામે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ અંગે ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ અધિકારીએ ઈમારતની તપાસ કરશે.  

કહેવાય છે કે, અધિકારીઓની તપાસ પહેલા જ મોહનલાલ ગુપ્તાએ પોતાના ઘરની છત પર મંદિર બનાવ્યુ હતુ. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી મોહનલાલ ગુપ્તાએ 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિવસે જ પોતાના ઘરમાં બનેલા મંદિરનું ઉદઘાટન કર્યુ હતું. 

પરંતુ રિપોર્ટ અનુસાર, ફરિયાદ બાદ અધિકારીઓએ મંગળવારે 30 જાન્યુઆરીના રોજ મોહનલાલ ગુપ્તાના ઘરનું નિરીક્ષણ કર્યુ હતું. અધિકારીઓએ તપાસમાં જણાવ્યું કે, જે માળ પર મંદિર બનાવાયું છે, તેને અધિકારીઓને જાણ કર્યા વગર બનાવાયુ છે. તે ગેરકાયદેસર છે. તેથી આ અંગે મોહનલાલ ગુપ્તાને સાત દિવસમાં જવાબ આપવા જણાવાયું છે. 

તો આ અંગે મોહનલાલ ગુપ્તાએ જણાવ્યું કે, તેઓએ જિતેન્દ્ર ઓઝા પાસેથી આ જમીન ખરીદી હતી. જિતેન્દ્ર ઓઝાએ 2012 માં  સ્થાનિક ગડખોલ ગ્રામ પંચાયત પાસેથી તેની પરમિશન મેળવી હતી. ગુપ્તા જણાવે છે કે, મારાથી નફરત કરનારા લોકોએ આ પ્રકારની ફરિયાદ કરી છે. મેં મારી ઈમારતના કેટલાક ભાગમાં બદલાવ કરીને આ બનાવ્યું છે. લોકોને મારાથી બળતરા છે. તેમને મારા કારોબારથી તકલીફ થાય છે. તે લોકો મને મારુ ઘર પાડવાની ધમકી આપી રહ્યાં છે. મારી પાસેથી રૂપિયા માંગી રહ્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news