Gandhinagar News ગાંધીનગર : ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં ભરતી માટે પરીક્ષાઓ લેવામાં આવે છે. આ પરીક્ષાના પરિણામને આધારે નોકરી આપવામાં આવે છે. પરંતું છેલ્લા કેટલાક સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સરકાર માટે માથાનો દુખાવો બની છે. પેપર ફૂટવાથી લઈને ડમી વિદ્યાર્થીઓના દૂષણને કારણે હવે ગુજરાત સરકારે મોટું પગલુ ભર્યું છે. સરકાર દ્વાર સરકારી નોકરીની પરીક્ષા પેટર્ન જ બદલી લેવામાં આવનાર છે. આ વિશે ગુજરાત ગૌણ પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સવિસ્તાર માહિતી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમયનો બચાવ થશે 
ગુજરાત ગૌણ પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું કે, ગૌણ સેવા પસંદગી મંડળની હવે પછીની તમામ પરીક્ષાઓ પેપરલેસ લેવામાં આવશે. કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે. સબ્જેક્ટ નોલેજ આધારિત પરીક્ષા લેવામાં આવશે. જેમાં ફોરેસ્ટ વિભાગની બીટ ગાર્ડની પરીક્ષા કોમ્યુટર બેઝ લેવામાં આવશે. કોમ્યુટર પરીક્ષા માટે સંસ્થા નક્કી કરવામાં આવી છે. પરીક્ષાની પેટર્ન બદલાતા પરીક્ષા ખર્ચ વધશે, પરંતું આ કારણે સમય અને અન્ય બાબતોનો બચાવ થશે. 


સુરત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં 7 કામદારો ભડથુ થયા, કંકાલ જોઈ પરિવારજનો રડી પડ્યા


પરિણામ ઝડપથી મળશે 
હસમુખ પટેલે જણાવ્યું કે, સાથે જ પરીક્ષામા ગેરરીતિને નિયંત્રિત કરી દેવામાં આવશે. પરીક્ષાનું પરિણામ પણ ઝડપથી મળી જશે. ઉલ્લેખનીય છે કે, કોઈપણ વિદ્યાર્થી એટલેકે, ઉમેદવારને કોઈ અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. 


રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલાં નિર્ણય અનુસાર હવેથી પરિક્ષા ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પણ લેવાશે. પરિક્ષા પદ્ધતિમાં દિવસના ત્રણ પેપર કઢાશે. એટલું જ નહીં હવે પછીની સંપૂર્ણ પરિક્ષા પેપર લેસ પ્રક્રિયાથી લેવામાં આવશે. પરિક્ષાર્થી કે ઉમેદવારે નિયત કરાયેલાં વિવિધ સેન્ટરોમાં જઈને કોમ્પ્યુટર પર સંપૂર્ણ પરિક્ષા આપવાની રહેશે.


તમે બિલ ભર્યું પણ તમારી પાલિકાએ ન ભર્યું : ગુજરાતની પાલિકાઓનુ કરોડોનું વીજ બિલ બાકી


કોમ્પ્યુટર માટેની એજન્સી ગૌણ સેવા પસંદગી મંડળે નક્કી કરી છે. એક સાથે ૧૫ હજાર વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દેશની પ્રતિષ્ઠિત ટીસીએસ કંપની ને પરિક્ષા માટેની જવાબદારી સોંપાશે. બીટ ગાર્ડની પરિક્ષા પણ ઓનલાઈન પદ્ધતિ થી ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. બીટ ગાર્ડ ની પરિક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે જેમાં ૪.૫ લાખ ઉમેદવારો પરિક્ષા આપશે.