સુરત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં 7 કામદારો ભડથુ થયા, કંકાલ જોઈ પરિવારજનો રડી પડ્યા
Surat GIDC Fire News : સુરતની એથર કેમિકલ કંપની બ્લાસ્ટની ઘટનમાં 7 કારીગરોના કંકાલ બહાર કાઢવામાં આવ્યા, DNA કર્યા બાદ માનવ કંકાલ પરિવારને સોંપવામાં આવશે
Trending Photos
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત સચિનમાં એથર કેમિકલ કંપની બ્લાસ્ટની ઘટનામાં 7 લોકોના કંકાલ સુરત સિવિલ હોસ્પિટમાં પીએમ અર્થ લાવવામાં આવ્યા છે.બ્લાસ્ટ ની ઘટનામાં 27 લોકો દાજી ગયા હતા. પોલીસને 7 લોકોના ગુમની ફરિયાદ મળી હતી. કંપનીમાંથી 7 લોકોના કંકાલ મળી આવ્યા હતા. કંકાલના DNA કરવામાં આવશે. ત્યાર બાદ પરિવારને મુતદે સોંપવામાં આવશે. હાલ સમગ્ર ઘટના મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે .Fsl રીપોર્ટ બાદ વધુ તપાસ હાથ કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડે તો NDRF ની પણ મદત લેવામાં આવશે.
સુરત શહેરમાં એકવાર ફરી આગની ઘટના બની છે જેણે સૌ કોઇનું ધ્યાન ખેચ્યું છે. સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલ એથર કંપનીમાં કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ચપેટમાં 27 કારીગરો દાઝી ગયા હતા. દાઝી ગયેલા તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કંપની કામ કરી રહેલા અનેક કારીગરો ગુમ થઈ જવાની બુમ ઉઠી હતી. આગની ઝપેટમાં 7 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે 7 લોકોના કંકાલ કંપનીમાંથી કાઢી સિવિલ પીએમ અર્થ મોકલી આપ્યા છે. હજું પણ શોધખોળ ચાલી રહી છે તેવું સુરત શહેરના એસપી આરએલ માવાણીએ જણાવ્યું,
મૃતકોના નામ- ગુમ થયેલ યાદી (પોલીસ મુજબ, અંદાજિત)
- દિવ્યેશ પટેલ
- સંતોષ વિશ્વકર્મા
- સનત મિશ્રા
- ધર્મેન્દ્ર કુમાર
- ગણેશ પ્રસાદ
- સુનીલ કુમાર
- અભિષેક સિંહ
જરૂર પડે તો NDRF ની પણ મદદ લેવામાં આવશે
મહત્વની વાતએ છે કે સચિન GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં ભયંકર બ્લાટ થતા આગ લાગી હતી. આગની ઘટનાના 30 કલાક બાદ 7 કામદારોના કંકાલ બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગી તે સમયે મોટી સંખ્યામાં કામદારો કંપનીમાં કામ કરતા હતા. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા 27 કામદારો દાઝ્યા હતા જ્યારે 7 કામદારો લાપતા થયા હતા. જરૂર પડે તો NDRF ની પણ મદદ લેવામાં આવશે.
આ ઘટનામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર અને એફએસએલની મદદથી 7 જેટલા મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ એક મૃતદેહ શોધવા માટે તંત્ર કામ કરી રહ્યું છે. કાટમાળ વધુ હોવાથી સ્ટેબિલિટી રિપોર્ટ બાદ વધુ કામગીરી કરવામાં આવશે. જે 7 મૃતદેહો મળી આવ્યા છે તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. કંકાલના DNA કરવામાં આવશે.ત્યાર બાદ પરિવારને મૃતદેહો સોંપવામાં આવશે. હાલ સમગ્ર ઘટના મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. Fsl રીપોર્ટ બાદ વધુ તપાસ હાથ કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે