અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. MCQ ફોર્મેટમાં વિદ્યાર્થીઓની અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા 30 જુલાઈ પહેલા ઓનલાઈન પૂર્ણ કરાશે. MCQ ફોર્મેટમાં લેવાનારી પરીક્ષામાં 70 માર્કની પરીક્ષા 70 મિનિટ માટે લેવાશે. ઝડપથી વિદ્યાર્થીઓને પરિણામ આપી શકાય તે હેતુથી હવે MCQ ફોર્મેટમાં પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. જે વિદ્યાર્થી પાસે નેટની સુવિધા ના હોય તે કોલેજ પર જઈ વાય ફાઈના માધ્યમથી પણ પરીક્ષા આપી શકશે. 


ટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોબાઈલ, ટેબ્લેટ અને લેપટોપની મદદથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. ઓનલાઈન પરીક્ષા ના આપી શકે તેવા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા પણ યોજાશે. ઓફલાઈન પરીક્ષા પણ MCQ બેઝડ રહેશે, જેમાં 70 મિનિટમાં 70 માર્કની પરીક્ષા લેવાશે. ઓફલાઈન પરીક્ષા 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટની વચ્ચે પરીક્ષાના આયોજનની તૈયારીઓ થઈ રહી છે. ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા ના આપી શકે તેમની પાછળથી સ્પેશિયલ પરીક્ષા લેવાશે, જે સપ્ટેમ્બર મહિનામાં લેવાશે. આમ, GTU માં ડિગ્રી/ ડિપ્લોમા એન્જિનિયરીંગ અને ફાર્મસીના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં અભ્યાસ કરતા અંદાજે 59,000 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર